બ્રેકીંગ ન્યુઝ

જો તમે કાર ચલાવો છો તો તમારા માટે છે NHAIનાં મહત્વનાં સમાચાર, વાંચો નહીંતો પસ્તાશો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

NHAIએ FASTagનાં વધુ સરળ ઉપયોગ માટે મિનિમમ બેલેન્સનો નિયમ રદ કરી દીધો છે. જોકે આ સુવિધા ફક્ત કાર, જીપે કે વાન માટે જ રાખવામાં આવી છે. કમર્શિયલ વ્હિકલ માટે હજુ પણ આ મિનિમમ બેલેન્સનો નિયમ અનિવાર્ય રહેશે.

જો તમે કાર ચલાવો છો તો તમારા માટે શુભ સમાચાર છે. તમે જો નેશનલ હાઇવેથી સફર કરો છો તો FASTagમાં મિનિમમ બેલેન્સ રાખવાની ચિંતામાંથી હવે મુક્ત થઈ જશો. સાથેજ દુઃખનાં સમાચાર એ છે કે હવે પછી ટોલ પર FASTag વગર ચુકવવા પડશે ડબલ ફીસ.. અને હવે ટોલ પર નહિ ખુલ્લી જોવાં મળે રોકડ ની લાઈન… કેવીરીતે પાર કરશો ટોલ?
NHAIએ હવે નિર્ણય કર્યો છે કે ડ્રાઇવર્સને જ્યાં સુધી FASTag ખાતા કે વોલેટમાં નેગેટિવ બેલેન્સ ના આવી જાય ત્યાં સુધી હવે ટોલ પ્લાઝા પર પસાર થવાની પરવાનગી આપવામાં આવશે. એટલે કે જો FASTag એકાઉન્ટમાં પૈસા ઓછા છે પણ નેગેટિવ નથી તો કારને ટોલ પ્લાઝા પાર કરવાની પરવાનગી આપવામાં આવશે. ભલે પછી ટોલ પ્લાઝા પાર કર્યાં પછી FASTag એકાઉન્ટ નેગેટિવ થઈ જાય. જો વાહનનાં ગ્રાહક તેને રિચાર્જ નથી કરતો તો નેગેટિવ એકાઉન્ટની રકમ બેંક સિક્યોરિટી ડોપોઝિટમાંથી વસૂલ કરવામાં આવશે.આ સમયે દેશભરમાં 2.54 કરોડથી વધારે FASTag યૂઝર છે. નેશનલ હાઇવે પર કુલ ટોલ કલેક્શનમાં FASTagનો હિસ્સો 80 ટકા છે. આ સમયે FASTag દ્વારા રોજનું ટોલ કલેક્શન 89 કરોડ રુપિયા પાર કરી ગયું છે. ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરી 2021 થી FASTag દ્વારા ટોલ પ્લાઝા પર ભુગતાન અનિવાર્ય કરવામાં આવ્યુ છે. એનએચએઆઈનું લક્ષ્ય છે કે દેશભરનાં તમામ  ટોલપ્લાઝા 100 ટકા કેશલેસ ટોલ બની ગયાં છે, આજ પછી ટોલ પર નહિ ખુલ્લી જોવાં મળે રોકડ ની અલગ લાઈન.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું કહેવુ છે કે, હવે FASTagને શરુ કરવાવાળી બેંક સિક્યોરિટી ડિપોઝીટ ઉપરાંત કોઈ મિનિમમ બેલેન્સ રાખવુ નહીં પડે. પહેલા બેંકો તરફથી FASTagમાં સિક્યોરિટી ડિપોઝીટ ઉપરાંત મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ હતો. બેંક કસ્ટમર્સ પાસેથી 150 રુપિયાથી 200 રુપિયા સુધી મિનિમમ બેલેન્સ રાખવાનું જરૂરત પડતી  હતી. FASTag વોલેટમાં મિનિમમ બેલેન્સ નહીં હોવાને લીધે ટોલ પ્લાઝા પર યાત્રીઓને આગળ જવાની પરવાનગી નહોતી મળતી. જેનાં લીધે તેમને મુશ્કેલીઓનો સમાનો કરવો પડતો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है