
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર
સુરત જિલ્લા કલેકટર કચેરી દ્વારા આજે ખાનગી હોસ્પિટલોને ૬૧૧૬ રેમડિસીવીર ઈન્જેકશનોની ફાળવણી કરાઈ;
સુરતઃ- નોવેલ કોરોના વાયરસના સુરત જિલ્લાના દર્દીઓને રેમડિસીવીર ઈન્જેકશન સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ દ્વારા સુદઢ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસાર આજરોજ ખાનગી હોસ્પિટલોને ૬૧૧૬ રેમડિસીવીર ઈન્જેકશનોની ફાળવણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોઈ પણ વ્યક્તિએ નવી સિવિલ કે સ્મિમેરમાં લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, શહેર-જિલ્લાની ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરિયાત મુજબના ઈન્જેકશનો મેળવવા માટે જિલ્લા કલેકટરશ્રીના ઈમેલ covid.inj2021@gmail.com તથા covid19.inj21@gmail.com પર જાણ કરવાથી કલેકટર કચેરી દ્વારા તેમને જરૂરિયાત મુંજબના ઈન્જેકશનોની ફાળવણી કરવામાં આવે છે, અને ઈમેલના પ્રત્યુત્તરમાં દર્શાવ્યા મુજબ કલેકટર કચેરી દ્વારા મંજૂર થયેલા ઈન્જેક્શનો ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિ સ્મિમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલમાં જઈને મેળવી શકે છે.