
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકા ના નવતાડ ગામે વનિલ ઈકો ડેન – ઈકો ટુરિઝમનું માનનીય મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું લોકાર્પણ:
વાંસદા તાલુકાના નવતાડ ગામે પ્રવાસી માટે નાવિન્ય પુરુ પાડતા વિવિધ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું. આજરોજ વાંસદા પંથક અને પ્રવાસી, સહેલાણીઓ માટે સંકુલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ. દ્વારા નવતાડ ગામે 1980 થી જંગલ માંથી વન વિભાગ દ્વારા ડેપો માં એકત્રીત કરેલ સાગી લાકડાં માથી ફર્નિચર બનાવવાનો ઉધોગ કાર્યરત છે, જેનો મૂખ્ય હેતુ આદિવાસી લોકોને રોજી રોટી પુરું પાડવાનો છે.
નવતાડ ગામે કુલ 72 એકર જમીન આવેલ છે. વનિલ સંકુલમાં જૂના મકાનો જેવા કે રેસ્ટ હાઉસ કેન્ટીન બિલ્ડીંગ,હોસ્ટલ બિલ્ડીંગ વગેરે જેવી અસ્કયામતો ને પ્રવાસીઓની સુવિધા ને અનુરુપ બનાવવામાં આવે તો ઈકો – ટુરિઝમ ની દ્રષ્ટીએ સુંદર સ્થળ બની રહે તે જરૂરી છે. જેથી સ્થાનિક લોકો માટે રોજી રોટી નું નવું સાધન ઉભું થાય તેવા ઉમદા હેતુથી વનિલ ઈકો ડેન- ઈકો ટુરિઝમ ના નામે આ સ્થળ નો સહેલાણીઓ માટે વિકાસ કરવામાં આવેલ છે, સાપુતારા અને ડાંગ માં જતાં પ્રવાસીઓ માટે આ સ્થળ બિલકુલ રોડ પર મોકાનુ હોવાથી તેનો લાભ પ્રવાસીઓને બહોળો પ્રમાણમાં મળી રહે એ આયોજન સાથે માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબની ગુજરાત સરકારનું વિકાસ કામનું નવું આયામ છે.
નવતાડ ખાતે માનનીય મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબ દ્વારા પૂજા અર્ચના, મંત્રોચ્ચાર કરી નવનિર્મિત સંકુલ ઉદ્દઘાટન કરવામાં આવ્યુ અને તેઓની હાજરીમાં વિવિધ વૃક્ષોનુ પણ રોપણ કરાયું.
વનિલ ઈકો ડેન- ઈકો ટુરિઝમ માં હાલમાં બનાવવા માં આવેલ આકર્ષક ગેટ, ટીકીટ કાઉન્ટર,સાયકલ સ્ટેન્ડ વીથ સાયકલ,પાર્કિંગ ઝોન, ડ્રિકીંગ વોટર પોઈન્ટ, ધન્વંતરી ગાર્ડન, બટર ફલાય ઝોન, સહયાદિ કક્ષ, ટ્રાયબલ ઝોન વગેરે કુલ 19 જેટલાં યુનિટ ઝોનની કામગીરી પૂર્ણ થઈ છે અને લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું. તમામ સુવિધાઓ થી ભરપૂર બન્યું છે જેનું ઉદ્દઘાટન આજ રોજ કરવામાં આવ્યુ છે.
આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, વાંસદા તાલુકાના તમામ સરકારી કચેરી ના કર્મચારી, ફોરેસ્ટ રેંજ ખાતા ના ઓફીસર અધિકારીઓ, ધારાસભ્યો, તથાં અનેક સામાજિક આગેવાનો સહીત પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતાં.