બ્રેકીંગ ન્યુઝ

ચૈતર વસાવાને ફસાવી તડીપાર કરતા ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાનો ઉગ્ર વિરોધ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

BTP ના ચૈતર વસાવાને ફસાવી તડીપાર કરતા ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાનો ઉગ્ર વિરોધ: 

સમાજ માટે લડત ચલાવતા ચૈતર વસાવાને તડીપાર કરાવતા સાંસદ મનસુખ વસાવાને જણાવ્યું કે તમે સંસદ કક્ષાના પ્રશ્નો પર ધ્યાન આપો, આદિવાસી માં જળ જંગલની જમીન થી વંચિત થઈ રહ્યા છે તેની સામે આંગળી ઉઠાવો, નહીં કે સમાજના લોકોના પ્રશ્નો હલ કરતા ચૈતર વસાવા સામે

ડેડીયાપાડા ગામ પંચાયત ની ચૂંટણી બાદ બોગજ ગામમાં થયેલી બબાલ બાદ સાંસદ મનસુખભાઇ વસાવા નાં સાળાનાં હુમલા બાદ મનસુખભાઇ ડેડીયાપાડા દોડી આવીને ચૈતર વસાવા સામે ફરિયાદ કરાવી હતી, જેથી પોલીસે વિવિધ કલમો ઉપરાંત લૂંટની ફરીયાદ દાખલ કરવાની અથવા ધરણા પર બેસવાની ધમકીને પગલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ ગઈ કાલે તેમને બધાને બોલાવ્યા હતા અને તડીપાર નો હુકમ કરાવ્યો હતો અને તેમને નર્મદા જિલ્લાની હદ પાર કરાવ્યા હતા, જેથી ડેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા આજે ડેડિયાપાડા તેમનાં કાર્યાલય ખાતે આવ્યા હતા , અને પ્રેસ કોન્ફરન્સ કરીને સાંસદ મનસુખ વસાવાને જણાવ્યું હતું, કે તમે આટલા મોટા નેતા છો છતાં પણ જંગલ અને જમીનના પ્રશ્ને લડી રહી છે કેટલા બધા આદિવાસી વિસ્તાર ના પ્રશ્નો છે જે બાબતે આપણે ધ્યાન આપવાની ખાસ જરૂર છે અને નાના મોટા બનાવો ચૂંટણી સમયે બનતા હોય છે ત્યારે નાના બનાવમાં પોતે બીજી પાર્ટીના કાર્યકરોને કચડી નાખવા સામે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ખોટા કેસો કરાવી ને જે કરી રહ્યા છે તે સમાજમાં તમામને દેખાઈ રહ્યું છે અને આપણે મોટા પ્રશ્નોમાં હલ કરાવો સાંસદમાં પેન્ડિંગ છે તે હલ કરાવો અને નાના-નાના પ્રશ્ને ચૈતર વસાવા ની સામે તડીપાર જેવા હુકમો કરાવી શું સાબિત કરવા માંગો છો? આ તમારી સરકાર તાનાશાહી છે, ગરીબના પ્રશ્નો માટે ઉઠે છે તને દબાવી દેવામાં આવે છે અને તમે પણ તેમાંના એક છો આમ કહી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો , અને ટૂંક સમયમાં ઝલક કાર્યક્રમો ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આપવામાં આવશે અમે તપાસવાના તડીપાર ની સામે પણ કાયદેસરની લડત કરી ન્યાય અપાવવાનું કામ કરવામાં આવશે તે ઉપરાંત તેમણે પોતાના કાર્યકરોને પણ સંબોધન કર્યું હતું, સરકારના આ વલણથી ડરશો નહીં આપણે બધા એક થઈને જંગલની જમીન થી વિમુખ નહીં થઈએ અને આ તાનાશાહી સરકારને બદલવાની તમામ લોકોની જવાબદારી બનશે તે માટે કામે લાગી જવા હાકલ કરવામાં આવી છે અને લડત વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

 આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ વસાવા સાથે BTS ના મહેશ વસાવા, પૂર્વ બાંધકામ ચેરમેન બહાદુર વસાવા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है