“નજર હટી કે દુર્ઘટના ઘટી” સાચાં અર્થમાં ગુજરાત સરકારે કોરોના વાયરસ સામે લડવા લીધાં સાવચેતીનાં પગલાં, એવાં કર્યા નિર્ણય કે ગુજરાતમાં જાહેર જગ્યાઓએ થુંકવા પર લગાવ્યો ૫૦૦ રૂ.નો દંડ
- ગુજરાત રાજ્યમાં કોરોના ‘દેહ્સત’ કરતાં જાગૃતિ તથા સાવચેતીને અપાયું વધુ મહત્વ! સોશિયલ મિડ્યામાં વાયરલ થયા મહત્વનાં નિર્ણયોની અલગ અલગ વિભાગની નકલો,
- ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની હેલ્પલાઇન ૧૦૪ નો ઉપયોગ કરવાં અપાયું સુચન,
- મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને મળી સમીક્ષા બેઠક અને સરકાર દ્વારા સાવચેતીનાં પગલાં રૂપ માસ્ક અને જીવન જરુરિયાની દવાઓ યોગ્ય માત્રામાં ઉપલબ્ધ છે,
- ગુજરાત રાજ્યની લેબ પરીક્ષણ કરેલ સેમ્પલની વિગત પડી બહાર કુલ સેમ્પલ ૭૮ પોજીટીવ ૦૦ નેગેટીવ ૭૭ રીપોર્ટ બાકી ૦૧
- રાજ્યની તમામ એજ્યુકેશન સંસ્થાઓને સાવચેતી રૂપ રાખવામાં આવે ૨૯ માર્ચ સુધી બંધ! અને ધાર્મિક સંસ્થાઓને હાલ પૂરતાં કોઈપણ વધુ ભીડમાં એકઠાં મળવાનાં પ્રોગ્રામ આયોજન ન કરવાં સરકારે કરી અપીલ,
રાજ્ય સરકાર દ્વારા covid-19 એપીડેમિક એક્ટ-૧૮૯૭ અંતર્ગત બહાર પાડ્યું જાહેરનામું
!
બોલીવુડમાં પણ જોવાં મળ્યો કોરોના ઈફેક્ટસ બદ્શાહ અમિતાભ બચ્ચને ટ્વીટર દ્વારા કર્યો મેસેજ કે ફેન થયા નારાજ લખ્યું હવે પછી કોરોના લીધે ફેન્સને રવિવારે જલસામાં ન આવવા અને હું લોકોને મળીસ નહિ, માટે મારાં નિવાસ્થાને “જલસા” માં ન આવવા કરી વિનંતી, મુંબઈ જુહુ ખાતેનાં જલસામાં મહાનાયકને જોવાં હાજારોની ભીડ એકત્ર મળે છે, વર્ષોથી ચાહકોને મળી અભિવાદન આપે છે, રેગ્યુલર ૫ કલાકે એક ઝલક મેળવવા ભેગાં થઇ જાય છે, અને બચ્ચન પરિવાર સામે આવતાં જ લોકો ચિચ્યારી પાડવા લાગે છે, અને આખો રોડ ચક્કાજામ થઇ જાય છે, જેથી ભીડ કંટ્રોલ કરવાં ખાનગી સિક્યુરીટી અને સ્થાનિક પોલીસ મદદે દોડી આવે છે,