શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
-
ગારદા ખાતે એક વર્ષ પહેલા જર્જરીત જાહેર થયેલ આંગણવાડી.૨ નું મુહુર્ત શોધતું સરકારી તંત્ર….
ગારદા ની આંગણવાડી.૨ તંત્રની બેદરકારી ને કારણે હજુ પણ ભાડાના મકાનમાં ચલાવવામાં મજબૂર !!!
ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામની આંગણવાડી અત્યંત જર્જરીત હાલતમાં ફેરવાઇ ગઇ છે. અને એક વર્ષ પહેલાં આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી દેવામાં આવ્યા છતાં પણ તંત્રને હજુ તોડવા માટે કે કામ ચાલુ કરવા માટે મુર્હૂત મળ્યું નથી,
એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અંતર્ગત દેશના અણ વિક્શિત જીલ્લાઓમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લો આજદિન સુધી પણ શિક્ષણ જેવી પાયાની સુવિધા સહીત અનેક સમસ્યા ઓથી પીડિત છે. દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે, ત્યારે ગુજરાતના નર્મદા જિલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધાઓ જોવા મળે છે.
રાજ્યમાં શિક્ષણનું સ્તર બેનરોમાં ઊંચું અને નર્મદા જિલ્લામાં કથળેલું છે જ પરંતુ કરોડો રૂપિયાની સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાંટો પણ ક્યાં ચાઉ થઈ જાય છે? તે તપાસનો વિષય બન્યો છે.
ડેડીયાપાડા તાલુકાના કુદરતની સાનિધ્યમાં ગુજત્તા ગામ ગારદા ની આંગણવાડી જર્જરિત હાલતમાં ફેરવાઇ ગઇ છે.
જેના ઓટલાની તમામ પત્થરો ( ટાઇલ્સ ) નીકળી ગઇ છે અને જેમાં સાપ, વીંછી જેવા જીવલેણ જાનવરો ઘૂસી રહેતા હોય છે. અને આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે, જેનેતંત્ર દ્વારા જર્જરિત જાહેર કરવા છતાં પણ હજુ તંત્ર ઉંઘ માંથી ઉઠ્યું નથી, અને આંગણવાડી મંજુર થઈ ગઈ હોવા છતાં એક વર્ષ અને બે મહિના જેવો લાંબો સમય ગાળો વીતી ગયો હોવા છતાં એક વર્ષથી નાના ભૂલકાઓને ભાડા નાં મકાનમાં આંગણવાડી માં જવા મજબુર બન્યા છે,અને આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય આજ દિન સુધી ભાડું ચૂકવવામાં આવેલ નથી. ગારદા ખાતે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી બાબતે ક્યારે તસ્દી લે છે તે જોવું રહ્યું???
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા