
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ભરૂચ જીલ્લાનાં આમોદ પુરસા રોડ નવીનગરી માંથી MADE IN USA U માર્કવાળી પિસ્ટલ, મેઝીન, કાર્ટીઝ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી:
ભરૂચ શહેરમાં અંબિકા જ્વેલર્સ ખાતેના લૂંટના બનાવ બાદ પોલીસ મહાનિરીક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી., એસ.ઓ જી. અને પેરોલ સ્કવોર્ડની પોલીસ ટીમો દ્વારા ભરૂચ જીલ્લામાંથી છેલ્લા ૧૫ દિવસમો. ૦૪ ઘાતક હથીયારો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ અને આજરોજ કરી એલ.સી.બી. ટીમ દ્વારા આમોદ પુરસા રોડ, નવીનગરી ખાતેથી રહીંમમીયા તથા જાવીદ પટેલ નામના ૦૨ આરોપીઓને એક પિસ્તલ અને એક કાર્ટીઝ સાથે ઝડપી પાડી કોઇપણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે તેવું અભિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ છે. જેની વિગત એવી છે કે,
એલ.સી.બી. પોલીસે ગુપ્ત રાહે બાતમી મળી હતી કે, આમોદના રહીમ મીંયા પાસે અગ્નિ શસ્ત્ર છે. જે અગ્નિ શસ્ત્રો સાથે રહીમ મીંયા જાવીદ કે જે અગાઉ હથીયાર સાથે પકડાયો હતો. તેને લઇ શહેરમાં ફરે છે જે બાતમીને ડેવલપ કરી એલ.સી.બી. ધ્વારા રહીમ મીયાને હસ્તગત કરી તેના આમોદ ખાતેના ઘરમાંથી MADE IN USA ના માર્કવાળી ૦૧ પિસ્તલ, ખાલી મેઝીન-૦૧ અને કાર્ટીઝ-૦૧ જેવા ઘાતક અનિશસ્ત્રો લાયસન્સ વગરના પકડી પાડી આરોપી રહીંમ મિયાને અગ્નિશસ્ત્રો બાબતે ઘનિષ્ટ પુછપરછ કરતા તેણે અગ્નિશસ્ત્રો પાડોશમાં રહેતા જાવીદ અબ્દુલ પટેલ પાસેથી વેચાણ લીધા હોવાનું જણાવતા જાવીદને હસ્તગત કરવામાં આવેલ અને તેની પૂછપરછ અગ્નિશસ્ત્ર બાબતે કરતા તેણે અગ્નિશસ્ત્રો નીતિન ઉર્ફે શંભુ દિનેશભાઇ પટેલ રહેવાસી- સુરત પાસેથી વેચાણ લીધા હોવાનુ જણાવતાં બન્ને આરોપીઓને હસ્તગત કરી આમોદ પો.સ્ટે. ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ એલ.સી.બી. દ્વારા હાથ ધરી આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવવામાં આવનાર છે.
કુલ-૦૫ ઘાતક હથીયારો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે અને જીલ્લામાં ઘાતક હથિયારો સાથે કોઈ પણ અસામાજિક તત્વોને નહીં છોડવા ભરૂચ જીલ્લા પોલીસ કટીબદ્ધ છે.
પકડાયેલ આરોપી :
(૧) રહીમમીંયા શેરૂમીંયા રસુલમીયા કાજી (૨) જાવીદ અબ્દુલ અહેમદ પટેલ બન્ને રહેવાસી. નવીનગરી, પુરસા રોડ આમોદ તા.આમોદ જી.ભરૂચ
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ :
કે આરોપી જાવીદ પટેલ સને-૨૦૧૪ થી અલગ અલગ ગુનાઓ કરતો આવ્યો છે તે અગાઉ એક અગ્નિશસ્ત્રના કેસમાં “બી-ડીવીઝનમાં તથા ૦૩- ઘરફોડ ના કેસમાં કાવી પો.સ્ટે.માં અને મારામારીના ગુનામાં આમોદ પો.સ્ટે.માં તથા પ્રોહીબીશનના ગુનાઓમાં વાપી, પારડી (વલસાડ) પો.સ્ટે.માં પકડાયા છે
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ: (1) lela Borase2 aa.al.l (2) u.a.8.sl aAa. ls aa al ol (3) a. ઇરફાન અબ્દુલ સમદ (૪) હે.કો, અશોક બળદેવભાઇ (૫) હે.કો. હિતેષભાઇ ફતેસીગભાઇ (૬) મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ (૭) પો.કો. શ્રીપાલસિંહ જગદીશસિંહ (૮) પો.કો વિશાલભાઇ વેગર (૯) પો. કો. જયરાજભાઇ ભરતભાઇ (૬) પો.કો. કિશોરભાઇ વીરાભાઇ (૭) પો કો જોગેન્દ્રદાન ભુપતદાન (૮) પી. કો. નરેશભાઇ ગુલાબભાઈ.