
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા તથા સાગબારા પોલીસ,
તા: ૨૫/૦૯/૨૦૨૦ ના રોજ પોલીસ મહાનિર્દેશક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા નાર્કોટિક્સ કેસ શોધી કાઢવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.નર્મદા તથા જી.કે.વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારા પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો તથા સાગબારા પોલીસ સ્ટેશન ના માણસોએ બાતમી આધારે લાલસીંગ ભાઈ સેગજીભાઇ વસાવા રહેવાસી દેવસાકી ગામ,પટેલ ફળીયુ, તા.સાગબારા, જી.નર્મદા ના પોતાના કબ્જા ભોગવટાના ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતી જન્ય લીલા ગાંજાના છોડ નંગ- ૨૩૨ કુલ વજન ૧૬૫ કિલો ૪૦૦ ગ્રામ કુલ કિંમત રૂપીયા ૧૬,૬૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ, એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,
(સફળ કામગીરી કરનાર ટીમ)
(૧) પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એસ.ઓ.જી. (૨) પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.કે.વસવા સાગબારા પો.સ્ટે.
(૩) એ.એસ.આઇ.રવિદ્રભાઇ (એસ.ઓ.જી.)
(૪)હે.કો.જગદીશભાઇ,યોગેશભાઇ,સતિષભાઇ,મનોજભાઇ,શૈલેષભાઇ,પાર્વતીબેન એસ.ઓ.જી. તથા લાલસીંગભાઇ,અશ્વિનભાઇ સાગબારા પો.સ્ટે.
(૫) પો.કો.અલ્પેશભાઇ,ભરતસિંહ એસ.ઓ.જી. તથા વનરાજભાઇ,નરેશભાઇ,જીતેંદ્રભાઇ,રમેશભાઇ સાગબારા
પો. સ્ટાફે કામગીરી કરી હતી,