શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગણતરી ના કલાકો માં જ ખૂનના આરોપી ઉમેશભાઈ વસાવાને ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ.
જમવાનું બનાવવા બાબતે મોટા સગા ભાઈને માથામાં ફટકા મારી મોતને ઘાટ ઉતારી નાનો ભાઈ ફરાર થઈ ગયેલ હતો જેને ગણતરીના કલાકોમાં જ દેડીયાપાડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.
નર્મદા: રવિવારની સાંજ ના ૬.૩૦ વાગે મોજે ભરાડા (ખાબજી)ગામે, નિશાળ ફળિયા ખાતે આરોપી ઉમેશભાઈ ફરિયાદી ચૈતર ભાઈ ખીમજીભાઈ વસાવાના નાના દિકરા થતા હોય અને મરણ જનાર સુનિલભાઈ ફરિયાદીના મોટા દીકરા થતા હોય અને ફરિયાદી પોતાના બંને દીકરાઓ માટે જમવાનું બનાવતા હોય જે બાબતે મરણ જનાર તમો સારું બનાવતા નથી અને બાફેલું ખવડાવો છો તેમ કહી ગાળો બોલતા હોય જેથી આરોપીએ મરણ જનારને પિતાજીને કેમ ગાળો બોલે છે તેમ કહેતાં બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો થયેલો જેથી આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાંના કોઈ હથિયાર વડે મરણ જનાર ના માથા ના જમણા કાનની નજીક ઉપરા ઉપરી બે ત્રણ ઘા કરી માથામાં ગંભીર પ્રકારની ઈજા થતાં મરણ જનાર સુનીલ ભાઈ વસાવા નું સ્થળ ઉપર મોત નિપજાવી ખૂન કરી ભાગી ગયો હતો.
જેની દેડીયાપાડા પોલીસ સ્ટેશન માં ફરીયાદ દાખલ કરી આગળની તપાસ કરી રહેલ હોય અને ભાગી છૂટેલ આરોપી ને તાત્કાલીક ઝડપી પાડવા મે.સાહેબ જીલ્લા પોલીસ વડા શ્રી હિમકર્સિંહ સાહેબ તથા ના.પો. અધિ.સા.શ્રી. રાજેશ પરમાર સાહેબ ના ઓએ સુચના આપેલ હોય જેથી ઉપરી અધિકારીશ્રી નાઓની સુચના અને માર્ગદર્શનઆધારે ખાનગી બાતમીદારો રોકી કામે લગાડતા બીટ જમાદાર-અ.હે.કો.મહેન્દ્રભાઇ નટવરભાઇ બ. નં ૭૨૩ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોક્ત ગુના ના કામ નો આરોપી- ઉમેષ ભાઇ ચૈતરભાઇ વસાવા રહે.ભરાડા (ખાબજી) તા.દેડીયાપાડા જી.નર્મદાએ સગાઇ ગામના વિસ્તારમાં રાત્રી દરમ્યાન રોકાણ કરેલ છે. જે બાતમી આધારે પો.સ.ઇ. શ્રી એ.આર.ડામોર સાહેબ તથા બીજા પોલીસ સ્ટાફ ના માણસ સાથે તાત્કાલીક રાત્રીના સમયે સગાઇ ગામ ના વિસ્તાર માં બાતમી વાળી જગ્યાએ આરોપીને પકડી પાડવા સર્ચ ઓપરેશન કરતા આ ગુનાનો આરોપી- ઉમેશભાઇ ચૈતરભાઇ વસાવા રહે.ભરાડા (ખાબજી) તા.દેડીયાપાડા જી.નર્મદા સૂતેલી હાલત મળી આવતા સદર આરોપીને પકડી પાડી દેડીયાપાડા પો.સ્ટેશન લાવી સદર આરોપીની પૂછપરછ કરતા સદર આરોપીએ પોતાના મોટા ભાઈ ને પાવડા થી માથાં ના ભાગે મારી દેતા સ્થળ ઉપર મોત નિપજાવ્યાં હોવાની કબૂલાત કરતો હોય જેથી સદર આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી આગળ ની કાયદેસર ની તપાસ હાથ ધરી છે.