શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લામાં ખ્રિસ્તી ધર્મ બંધુઓ પર કરાતાં ધર્માંતરણ ના ખોટા આક્ષેપ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું:
સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાત દ્વારા રાષ્ટ્રપતિ મહોદયશ્રીને સંભોધીને નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું;
સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે ધર્માંતરણના પાયાવિહોણા આરોપો સામે ખ્રિસ્તી ધર્મ બંધુઓ નારાજ..! તેઓની નારાજગી ચુંટણી વખતે મતાધિકાર કરતાં દેખાય આવે તો નવાઈ નહિ…! ડી લીસ્ટીંગના નામે ડરાવતા લોકો અને સંઘઠનો સાવધાન…!
અમુક વિશેષ પક્ષના પ્રમુખ અને સાંસદો જેવાં નેતાઓની જીભ લપશે છે કે પછી કોઈ શુનિયોજિત કાવતરું..?
નર્મદા: જીલ્લામાં નારાજ થયેલાં એવા શાંતિ પ્રિય ખ્રિસ્તી ધર્મ બંધુઓ દ્વારા આવેદન માં જણાવ્યું છે કે ભારતના બંધારણની કલમ ૨૫ મુજબ દરેક ભારતીયોને ધર્મ સ્વતંત્રતાનો બંધારણીય હક અને અધિકાર આપવામાં આવેલો છે. તેમ છતાં વિવિધ સંગઠનો મારફતે ખ્રિસ્તી સમાજ ઉપર જુઠા અને ખોટા આધાર પુરાવા વગરના આરોપો અને આક્ષેપો મુકવામાં આવે છે. જેવા કે લોભ-લાલચ આપીને ધર્માંતર કરવામાં આવે છે ખ્રિસ્તી સમાજને બદનામ કરવાના હેતુસર અને પાયા વિહોણા ધર્માંતર ના ખોટા કેસો કરવામાં આવે છે.
તેમજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે ધર્માંતરણના ખોટા સમાચાર નું પ્રસારણ કરવામાં આવે છે. જે ગેરબંધારણીય છે. હકીકત અને વાસ્તવિકતા એ છે કે, અત્યાર સુધી કરવામાં આવેલા ધર્માંતરણના કેસો માંથી કોઈ પણ કેસ સાબિત થયેલ નથી, ખ્રિસ્તી ધર્મ બંધુઓના પરિવારોમાં જન્મ દિવસની ઉજવણીના પ્રસંગે શુભેચ્છાની પ્રાર્થના કરવામાં આવતી હોય અથવા નવા ઘર ના ઉદ્ઘાટન પ્રસંગે ઘરની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય તેવા કિસ્સાઓમાં પણ આરોપ મૂકવામાં આવે છે કે ધર્માંતર કરવામાં આવી રહ્યું છે. એ રીતે આવા કૌટુંબિક કાર્યક્રમો પણ બંધ કરાવવામાં આવે છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ભક્તિ કરવા માટે પ્રાર્થના ભવન ની સગવડ નથી ત્યાં બે-ત્રણ પરિવારો ભેગા મળી ઘરમાં ભક્તિ કરે છે, તેવા કિસ્સામાં પણ ધર્માંતર કરવામાં આવે એવા આરોપો મુકવામાં આવે છે, દરેક સમાજના ધાર્મિક સ્થળો છે, જેમાં દરેકની માન્યતા અને શ્રદ્ધા પ્રમાણે પૂજા, અર્ચના, પ્રાર્થના વગેરે થાય, તેમાં પણ મંદિર અને દેવળ ના સંદર્ભમાં ભેદભાવની નીતિ અપનાવવામાં આવે છે.
ધાર્મિક સભા સંમેલનની પમિશન બાબતે પણ ધર્માંતર નો આરોપ આક્ષેપ મુકવામાં આવે છે. વિવિધ સંગઠનો મારફતે રેલી અને સભા માટે તેમજ ધાર્મિક સભા, સંમેલન ની પરમિશન ન આપવા માટે તંત્ર પર પણ દબાણ કરવામાં આવે છે જે ગેરબંધારણીય છે. પરમિશન બાબતે પણ ભેદભાવની નીતિ રાખવામાં આવે છે, ઉપરાંત વધુમાં વિદેશથી આવનાર ખ્રિસ્તી નાગરિકોને રિલિજિયસ કોન્ફરન્સ વિઝા આપવામાં આવતો નથી જે બાબતે ભારત સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાત દ્વારા માંગ કરાઈ હતી.