શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ખોખરાઉમર ખાતે આદિવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કુપોષણ, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ તેમજ મહિલા સશક્તિકરણ બાબતે મહિલા જૂથ સભ્યોની બેઠક યોજાઇ;
ડેડીયાપાડા નાં ખોખરાઉમર ખાતે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી, ત્યાર બાદ મહેમાનોનું સ્વાગત તેમજ પરીચય કરવામાં આવ્યો. તમામ મહેમાનોએ કાર્યક્રમ અંગે નું મહત્ત્વ સમજાવ્યું હતું, તેમજ જુદા જુદા વિષય પર મહિલાઓ ને સમજ આપવામાં આવી હતી.
જેમ કે બાળક એટલે કોણ? બાળકોના અધિકાર, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬ કાયદા બાબતે તમામને સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લોપાબેન વ્યાસ પ્રોટેક્શન ઓફિસર, ડીસીપીયું નર્મદા પ્રણયભાઈ, ઈ.આર.ડી.એ, મહિલા અને બાળ વિકાસ નર્મદા રીટાબેન પટેલ લીગલ ઓફિસર, ડીસીપીયું નર્મદા રામાંકાન્તભાઈ પોતદાર એ.વી.ટી પ્રેસીડન્ટ ડેડીયાપાડા, જૈમિત રાણા ડીસી કાય યુનિસેક નર્મદા તેમજ 100 જેટલી મહિલાઓ એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.