શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ સોનગઢ: જયસિંગ વસાવા
ખેતરમાં કામ કરી રહેલાં કુસુમબેન વસાવા ઉંમર ૩૫ વર્ષનાંઓનું આસમાની વીજળી પડતાં દુઃખદ અવસાન:
વહેલી સવારે થી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં સુરજ દાદા ના દર્શન દુર્લભ થાય.. વાતાવરણમાં ઘણો મોટો ફેરફાર આવતાં ઠંડી નો માહોલ..
પ્રાપ્ત માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ગુંદી ગામના નિશાળ ફળિયામાં રહેતા કુસુમબેન પાયાભાઈ વસાવા આજે આશરે ૧૨ કલાકે ખેતરમાં કામ કરી રહ્યાં હતા તે દરમિયાન આકાશ માંથી વિજળી પડવાથી મૃત્યુ નિપજ્યું હતું.
સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું વરસી રહ્યું છે, ત્રણ દિવસનાં હવામાન વિભાગ દ્વારા કરાયેલ માવઠા ની આગાહી વચ્ચે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુંદી ગામે આસમાની આફતે એક વ્યક્તિ નો લીધો ભોગ.. હાલ પીએમ નાં અર્થે સોનગઢ ખાતે લઈ જવામાં આવ્યા છે, પરિવાર અને પંથકમાં શોક નો માહોલ જોવા મળ્યો છે.
(સમય : 12:00 PM to 02:00 વાગ્યાં સુધીમાં તાલુકાનું નામ વરસાદ (MM) માં )
(૧) નિઝર :- 09 mm
(૨) ઉચ્છલ :- 00 mm
(૩) સોનગઢ :- 14 mm
(૪) વ્યારા :- 01 mm
(૫) વાલોડ :- 00 mm
(૬) કુકરમુંડા :- 09 mm
(૭) ડોલવણ :- 06 mm
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ, તાપી વ્યારા. ના રિપોર્ટ મુજબ.