બ્રેકીંગ ન્યુઝ

ક્રિસમસ, નૂતન વર્ષ તથા અન્ય તહેવારોમાં ફટાકડાના ઉપયોગ અંગે જાહેરનામું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં ક્રિસમસ, નૂતન વર્ષ તથા અન્ય તહેવારોમાં ફટાકડાના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું:

નૂતન વર્ષે રાત્રે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે; 

વ્યારા-તાપી: આગામી સમયમાં ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારોની ઉજવણી થનાર છે. આ તમામ તહેવારોને અનુલક્ષીને તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહશાંતિ અને સલામતિ જળવાઇ રહે એ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વઢવાણિયાએ જાહેરનામું બહાર પાડી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર તાપી જિલ્લામાં ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારો દરમિયાન રાત્રે ૧૧.૫૫ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે.
નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે તેના ઉત્પાદન અને વેચાણ કરી શકાશે નહી.
ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની સાથે હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડ/જોઇંટ ક્રેકર્સ/સેરીઝ ક્રેકર્સ ફોડવા/વેચાણ કે ઉત્પાદન કરવા પર પ્રતિબંધ છે.
ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ કરી શકશે. ઇ-કોમર્સ વેબસાઇટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ હોવાથી બેરીયમનો ઉપયોગ કરી શકાશે નહી.
હોસ્પિટલો નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.
લોકોને અવગડ ઉભી ન થાય તથા કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય માટે તાપી જિલ્લાના જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ, એલ પી.જી.ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો કે ઇલેકટ્રીક સબ સ્ટેશનની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.
કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન/ચાઈનીઝ તુકકલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં.
હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઇ પણ વેન્ડર લારી-ગલ્લા ટેમ્પરેરી શેડ બાંધીને ફટાકડાનું જે વેચાણ કરે છે તેને અટકાવવા આવા વેપારીઓ સાથે સંબધિત અધિકારીશ્રીઓએ એક્સપ્લોઝીવ એક્ટ, ૧૮૮૪ તથા ગુજરાત પોલીસ એક્ટ ૧૯૫૧ હેઠળ કાર્યવાહી કરવાની રહેશે.
ડીરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ ભારત સરકારના તા.૧૯૧૧૦/૨૦૨૦ના અ.સ.પત્ર – 50/13/2014 CI(Pt.)/4807 તથા ગુહ વિભાગના પત્ર તા.૧૭/૧૨/૨૦૨૧ માં જણાવેલ સુચના મુજબ સંબંધિત અધિકારીકારીશ્રીઓએ ફટાકડાના ગૃહ વિભાગના ગેરકાયદેસર આયાત અને વેચાણ સામે પગલા લેવા જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૦૫/૦૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા આઇ.પી.સીની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है