શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,
નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકાદાના અનુપાલનમાં, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કેરળમાં કોવિડ-19 અનુગ્રહ વળતર માટે દાખલ કરવામાં આવેલા દાવાઓની રેન્ડમ તપાસ માટે કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી:
આપદા વ્યવસ્થાપન અધિનિયમ, 2005ની કલમ 52 હેઠળ, ખોટો દાવો કરવો અને/અથવા અનુગ્રહ વળતર મેળવવા માટે ખોટા પ્રમાણપત્ર જમા કરવા એ સજાપાત્ર છે:
કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં કોવિડ-19 અનુગ્રહ વળતર મેળવવા માટે આ રાજ્યોમાં દાખલ કરવામાં આવેલા 5% દાવાઓની રેન્ડમ તપાસ કરવા માટે કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી છે.
2021ની રીટ પિટિશન (સિવિલ) નં. 539 માં 2021ની પ્રક્રીર્ણ અરજી નં. 1805માં 24 માર્ચ 2022ના રોજ નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવલા ચૂકાદાના અનુપાલનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં NCDCના અગ્ર કન્સલ્ટન્ટ ડૉ. સુનિલ ગુપ્તાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમ મોકલવામાં આવી છે. MoHFW, કાલિકટના સલાહકાર ડૉ. પી. રવિન્દ્રન કેરળમાં મોકલવામાં આવેલી ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યાં છે જ્યારે NCDCના અગ્ર સલાહકાર ડૉ. એસ. વેંકટેશ ગુજરાતમાં મોકલવામાં આવેલા ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. ત્રણ સભ્યોની ટીમ આંધ્રપ્રદેશમાં પણ મોકલવામાં આવી જેનું નેતૃત્વ NCDCના નિદેશ ડૉ. એસ. કે. સિંહ સંભાળી રહ્યા છે.
અનુ.નં. | રાજ્ય | સભ્ય-1 | સભ્ય-2 | સભ્ય-3 |
1 | મહારાષ્ટ્ર | NCDC ના અગ્ર કન્સલ્ટન્ટ, ડૉ. સુનિલ ગુપ્તા
|
NCDC ના સંયુક્ત નિદેશક ડૉ. અનુભવ શ્રીવાસ્તવ
|
શ્રી મનોજ કુમાર વર્મા, US, CGHS |
2 | કેરળ | MoHFW, કાલિકટના સલાહકાર ડૉ. પી. રવિન્દ્રન
|
NCDC ના સંયુક્ત નિદેશક ડૉ. સંકેત કુલકર્ણી
|
RSBY પ્રભાગના અન્ડર સેક્રેટરી શ્રી રાજેન્દ્ર કુમાર
|
3 | ગુજરાત | NCDCના અગ્ર સલાહકાર ડૉ. એસ. વેંકટેશ | NCDC ના સંયુક્ત નિદેશક ડૉ. સિમ્મી
|
શ્રી રાજકુમાર, હોસ્પિટલ II/NE પ્રભાગ |
4 | આંધ્રપ્રદેશ | NCDCના નિદેશ ડૉ. એસ. કે. સિંહ | NCDC ના સંયુક્ત નિદેશક ડૉ. હિમાંશુ ચૌહાણ
|
શ્રી પ્રેમ નારાયણ, US, WPG પ્રભાગ
|
નિયુક્ત કરવામાં આવી ટીમો નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અને NDMA દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ અનુસાર આપવામાં આવી રહેલા અનુગ્રહ વળતરના અમલીકરણની ફિલ્ડ પર તપાસ કરશે. તેઓ અનુગ્રહ સહાયતાની ચુકવણી માટે દાખલ કરવામાં આવેલી 5% દાવા અરજીઓની રેન્ડમ તપાસ પણ કરશે. આ ટીમો અનુગ્રહની રકમની ચુકવણી માટે અનુસરવામાં આવતી પ્રક્રિયાની પણ ખાતરી કરશે, જિલ્લા સત્તાધીશો દ્વારા તેના માટે હાથ ધરવામાં આવેલા દસ્તાવેજીકરણ/ચકાસણી સહિત મંજૂર કરવામાં આવેલા અથવા નકારવામાં આવેલા કેસોની વિગતોની તપાસ કરશે.
નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા 24 માર્ચ 2022ના રોજ આપવામાં આવેલા ચૂકાદાના અનુસંધાનમાં, ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, આપદા વ્યવસ્થાપન અધિનિયમ, 2005ની કલમ 52 હેઠળ, ખોટો દાવો કરવો અને/અથવા અનુગ્રહ વળતર મેળવવા માટે ખોટા પ્રમાણપત્ર સબમિટ કરવા એ સજા પાત્ર છે.
નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા 24 માર્ચ 2022ના રોજના ચૂકાદામાં આપેલા નિર્દેશો અનુસાર, રાજ્ય સરકારો દાવાની અરજીઓની તપાસ કરવામાં આ ટીમનો સહાય કરશે અને ધ્યાનમાં લેવાયેલા/પ્રક્રિયા કરવામાં આવેલા સંબંધિત દાવાઓની જરૂરી હોય તેવી તમામ વિગતો આ ટીમો સમક્ષ રજૂ કરશે, જેની તપાસ કરવામાં આવશે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં તેનો અહેવાલ સોંપવામાં આવશે. આ અહેવાલ નામદાર સર્વોચ્ચ અદાલત સમક્ષ સોંપવામાં આવશે.