શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી
કોરોના મહામારી વચ્ચે સામાન્ય માણસોને જીવન વિતાવવું પડી રહ્યું છે મુશ્કેલ તે વચ્ચે વીજ કંપનીઓ દ્વારા તોતિંગ વીજ બિલો આપવામાં આવ્યા જેના વિરોધમાં આજ રોજ નવસારી જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના BTS સંગઠનએ આપ્યું આવેદનપત્ર:
કોરોના મહામારી વચ્ચે વીજ કંપનીઓ દ્વારા તોતિંગ વીજ બિલો સામે BTS દ્વારા અસંતોષ સાથે આવેદન: સરકારની બેવડી નીતિનો કર્યો સખ્ત વિરોધ એક તરફ ખાનગી સ્કુલ વાળાઓને ફી નહિ લેવાં અને તેમ છતાં કર્મચારીઓને પગાર ન આપનાર સામે કાર્યવાહી! જેવો ખરડો બહાર પાડ્યો અને બીજી તરફ વીજ બીલોમાં તોતિંગ વધારો? સરકારની રમત સામાન્ય જન માનસ થી સમજવી મુશ્કેલ!
:
કોરોના મહામારી વચ્ચે સામાન્ય માણસોને જીવન વિતાવવું પડી રહ્યું છે મુશ્કેલ તે વચ્ચે વીજ કંપનીઓ દ્વારા તોતિંગ વીજ બિલો આપવામાં આવ્યા જેના વિરોધમાં આજ રોજ નવસારી જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના BTS સંગઠનએ આપ્યું આવેદનપત્ર નવસારી જિલ્લાના ચીખલી,ખેરગામ,વાંસદા,ગણદેવી,નવસારી તેમજ જલાલપોર તાલુકાના અંદાજિત 100 જેટલા ગામોના અલગ અલગ આવેદનપત્રો ભેગા કરી વીજબિલ માફીની માંગો સાથેના આવેદનપત્ર કલેકટર કચેરી નવસારી ખાતે આપવામાં આવ્યા હજી પણ જે ગામોના આવેદનપત્ર બાકી છે એ આવનાર નજીકના સમયમાં ફરી પાછા આપવામાં આવશે તેમજ ગુજરાતના બીજા તમામ જિલ્લાઓમાં પણ વીજબીલો માફીની માંગો સાથેના આવેદનપત્ર આપવામાં આવશે તેવું નવસારીનાં અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યું.