
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કેવડિયા કોલોની ખાતે ભારત વિકાસ ગ્રુપના કામદારોની હડતાલ;
નર્મદા: દુનિયા ને ચકાચોંધ બતાવવા કામદારો નો ભોગ..! દિવા તળે અંધારું કહેવત અહીંયા સાર્થક થતી જોવાં મળે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝીટ દેશ વિદેશ થી આવતાં પ્રવાસીઓ દ્વારા કરવામાં આવે છે, સરકાર પોતાના વિકાસ નાં દાવાઓ અને રોજગારી આપવાના આંકડાઓ જાહેર કરે છે, પણ વાત તેટલે જ પુરી થઇ જતી નથી, ઘણાં કિસ્સામાં વર્ષ બે વર્ષ બાદ નોકરી માંથી છુટ્ટા કરવાનાં સમાચાર મળતાં રહે છે, અથવા તો કામદારો ને એજન્સી દ્વારા પગાર કે અનેક બાબતે હેરાન પરેશાન કરવાની ઘટનાઓ બહાર આવવા પામે છે, હવે કેવડિયા નાં કામદારો નો અવાજ સંભળાય છે કે દબાય જાય છે..? તે જોવું રહયું.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ભારત વિકાસ ગ્રુપ એજન્સી હેઠળ ઘણા કામદારો છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈને ગરુડેશ્વર રોડ સુધી ની સાફ સફાઈનું કાર્ય કરે છે જે કર્મચારીઓ આજે પોતાની વિવિધ માંગણીઓને લઇને હડતાલ પર ઉતર્યા છે, અને કામથી અળગા રહ્યા છે કામદારોનો કહેવું છે કે અમોને નોકરી પરથી એક કલાક મોડા છોડવામાં આવે છે, તેમજ ઓવર ટાઈમ પણ આપવામાં આવતો નથી તેમજ અમારો પગાર પણ ઓછો આવે છે, જેમાં વધારો પણ કરી આપવામાં આવતો નથી વધુ મહેનત કરવા છતાં પણ અમોને ઓછું મહેનતાણું આપવામાં આવે છે, અને જો આ બાબતે અમે કંઈ બોલીએ તો નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી પણ આપવામાં આવે છે, જેને લઇને અમારે મૂંગા મોઢે બધું સહન કરવું પડે છે, કામદારોની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે ખરો? કે પછી વહીવટી તંત્ર દ્વારા સબ સલામત ની નીતિ અપનાવવામાં આવશે.