
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે કૃષિ મેળા અને તાલીમ કાર્યકમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું:
ડેડીયાપાડા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ મેળો અને સહ તાલીમ કાર્યકમનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ ત્રીસ જેટલા સ્ટોલનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. જેમાં ખેતીમાં ઉપયોગી સાધનો જેવા કે ટ્રેક્ટર, ઓરણી, ડ્રિપ ઇરિગેશન, પશુપાલનને લગતી માહિતી, વિવિધ સખી મંડળો દ્વારા બનાવેલી ગૃહ ઉદ્યોગની બનાવટો વગેરેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ તાલીમમાં મુખ્યત્વે CPRI શિમલાથી આવેલા વૈજ્ઞાનિકો દ્વારા બટાકાની ખેતી કઈ રીતે કરવી તે વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. જેમાં બટાકાની ખેતીનું મહત્વ, તેમાં આવતા રોગ અને જીવાત નિયંત્રણ વગેરેની સમજ ખેડૂતોને આપવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ડો. લાખનસિંહ નિયામક અટારી પુણે. નવસારી કૃષિ યુનિ. ના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલ, ડેડીયાપાડાના માજી ધારાસભ્ય અને પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા, શંકર ભાઈ વસાવા વગરે ઉપસ્થિત રહ્યા હતા. મોતીલાલ વસાવાએ જણાવ્યું હતું કે ટ્રાયબલ એરિયા માં બટાકાને ખેતી કઈ રીતે થાય તે માટે શિમલાથી આવેલા વૈજ્ઞાનિકો એ ખેડૂતોને માહિતી આપી છે. આ પ્રદશનનો લાભ લઇ અહીંના ખેડૂતો ઓર્ગેનિક ખેતી અને સારી સુધારેલી જાત ની ખેતી કરી સારી આવક મેળવે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે.