શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
એ.સી.બી.ની સફળ ટ્રેપ
ફરીયાદી: એક જાગૃત નાગરિક
આરોપી : (૧) અશ્વીન ગંભીરભાઇ વસાવા, અ.પો.કો., વર્ગ-૩, વધઇ પોલીસ સ્ટેશન, કાલીબેલ, આઉટ પોસ્ટ જી.ડાંગ
(૨) કમલેશભાઇ એવજીભાઇ ગાયકવાડ, જી.આર.ડી.,
ગુનો બન્યા : તા.0૮/૦૭/૨૦૨૨
લાંચની માંગણીની રકમ : રૂપીયા ૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ : રૂપીયા ૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ: રૂપીયા ૫,૦૦૦/-
ગુનાનુ સ્થળ: મોજે કાલીબેલ બસ સ્ટોપ ઉપર તા.વધઇ જી.ડાંગ- આહવા
ગુનાની ટુંક વિગત : ફરીયાદીશ્રી કાલીબેલથી ટેકપાડા જતા રોડની બાજુમાં આમલેટ અને બીરીયાની લારી ઉભી રાખી ધંધો કરતા હોય, આ કામના આરોપી નં.૧ નાએ મહીને રૂપીયા દસ હજાર હપ્તા પેટે લાંચની માંગણી કરેલ. જે રકઝકના અંતે માસીક રૂપીયા આઠ હજાર આપવાનું નકકી થયેલ. જે પૈકીની પાંચ હજારની લાંચની રકમ ફરીયાદીને આજ રોજ આપી જવા જણાવેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીશ્રીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી નં. ૧ તથા નં. ર નાઓ સરકારી વાહનમાં લાંચની રકમ લેવા સ્થળ પર આવેલ અને આરોપી નં.૧ નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ આરોપીનં.ર નાને આપવાનું કહી, સ્થળ ઉપરથી જતા રહેલ અને આરોપી નં.ર નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયેલ, આમ બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
નોંધ-: આરોપી નં. ૧ તપાસ દરમ્યાન મળી આવેલ નથી અને આરોપી નં.ર ને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારી : શ્રીડી.એમ.વસાવા, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
મદદમાં : શ્રી કે.આર.સકસેના, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી.પો.સ્ટે.
સુપર વિઝન અધિકારી: શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.