
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વીજ પુરવઠા કાપ બાબતે ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા;
સાગબારા ખાતે આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ પુરવઠા વિતરણના કર્મચારીઓ દ્વારા મૂકવામાં આવતા વીજકાપ નો વિરોધ કરવા આમ આદમી પાર્ટીનાં કાર્યકરો દ્વારા સાગબારા વિધુત કચેરી ખાતે તાળા બંધી કરવા જતાં પોલીસ તંત્રે આમ આદમી પાર્ટીના કાર્યકરોને અટકાવ્યા હતા. દરમિયાન સાગબારા વિધુત કચેરીના ઇજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપાતા AAP નાં નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ.કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ આમ આદમી પાર્ટી સાગબારા દ્વારા ખેડૂતોના પ્રશ્નો ને લઇ વિધુત બોર્ડ કચેરી સાગબારા વિભાગ દ્વારા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પૂર્વ પ્રમુખ ડૉ. કિરણ વસાવા, સાગબારા તાલુકા મહામંત્રી મહેશભાઇ પાડવી, તાલુકા ઉપપ્રમુખ રાજભાઈ વસાવાની આગેવાની હેઠળ કાયમ જ તાર ફોલ્ડ ના બહાના હેઠળ વીજ પુરવઠો કાપ મુકવાના વિરોધમાં વિધુત કચેરી ને તાળા બંધી કરવા જતાં પોલીસ તંત્રએ તેમને અટકાવતા મામલો ગરમાયો હતો. રોષે ભરાયેલા આમ આદમી પાર્ટી એ નારેબાજી કરી સાથે સખત વિરોધ કર્યો હતો. સાથે ઈજનેર અધિકારી સાથે દિવસ દરમ્યાન વીજ પુરવઠો ઠપ થયેલ હોય તો તેને આવતા અઠવાડિયે શિડયુલ ફેર દ્વારા દિવસ દરમિયાન જ આપવા રજુઆત કરવામાં આવી હતી.પરંતુ શરૂઆતમાં આમ આદમી પાર્ટી દ્વારા કરેલ પ્રસ્તાવ ને સ્વીકારવામાં નહીં આવતા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ભૂખ હડતાલ ઉપર ઉતરી પડ્યા હતા. અને કચેરી સામે નારેબાજી ચાલુ રાખી હતી, આખરે ઘણા સંઘર્ષ બાદ ઈજનેર અધિકારી દ્વારા શિડયુલ કેર દ્વારા આવતા અઠવાડિયે પણ સાગબારા તાલુકા ને દિવસ દરમ્યાન જ વીજ પુરવઠો પૂરો પાડવાનો દિલાસો આપતા છેવટે મામલો થાળે પડ્યો હતો.