શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિવાસી અસ્તિત્વ બચાવો સંયુક્ત સંઘર્ષ સમિતિ વતી જાહેર સભા અને મહારેલી નું આયોજન કરવામાં આવ્યુ હતું.
વિકાસના નામ પર વિનાશક પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં સરકાર લાવી ને વિસ્થાપિત કરવાનો કારશો આયોજન બદ્ધ રીતે ગોઠવી રહી હોય તેવું સપષ્ટ માલુમ પડે છે, ડેમ હટાવો પર્યાવરણ બચાવો આદિવાસી બચાવો નાં નારા સાથે આહવા માં આદિવાસી સમાજ દ્વારા પાર – તાપી – નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ નાં વિરોધમાં વિશાળ રેલી અને સભા કરવામાં આવી,
ધારાસભ્ય અનંત ભાઈ પટેલ અને દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા સમાજને સંગઠિત બની હક અને અધિકાર માટે એક થવા આહવાન કરાયુ,
આ રેલીમાં આદિવાસી સમાજ ના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાંપ્રત સરકાર દ્વારા જાહેર કરેલ 1.પાર તાપી નર્મદા રિવર લિંક યોજના 2.વેદાંતા ઝીંક પ્રોજેક્ટ 3. કોરિડોર રસ્તો. 4. લેપડ સફારી પાર્ક નો સુત્રોચ્ચાર સાથે પ્રચંડ વિરોધ નોંધાવ્યો. અને સરકાર પાસે માંગ કરવામાં આવી કે, આદિવાસી સમાજ નું અસ્તિત્વ જોખમી બને અને જળ જંગલ જમીન ને અસર કરતી કોઈ પણ યોજના બનાવશો નહીં. આદિવાસી સમાજને માટે બંધારણમાં કરેલ જોગવાઈ પાંચમી અનુસૂચિ અને PESA કાયદા મુજબ ગામની ગ્રામ સભાના અધિકારો પર તરાપ મારી અમારા અધિકારો છીનવાવ જેવાં ગંભીર આક્ષેપ લગાવ્યાં હતાં,
આદિવાસી સમાજ ને ધર્મ ના નામે બીવડાવવાનું અને ભાગલા પાડવા બંધ કરવા આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ સભામાં ડાંગ, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા અને મહારાષ્ટ્ર માંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિશેષ વાંસદાના આદિવાસી ધારાસભ્ય અનંત ભાઈ પટેલ અને દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા સમાજને સંગઠિત બની હક અને અધિકાર માટે એક થવા આહવાન કર્યું હતું. સભા બાદ પ્રચંડ રેલી આહવા નગરમાં કાઢવામાં આવી હતી અને આવેદનપત્ર કલેકટર શ્રી ડાંગ મારફત રાજયપાલ ને સુપરત કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં માજી ધારાસભ્ય જે. પી. ગાવિત, સંયુક્ત સંઘર્ષ સમિતિ ના તમામ સભ્યો અને તાપી અને માંડવી તથા વ્યારા ના સક્રીય આગેવાનો હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એડવોકેટ સુનીલભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.