
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, આહવા સુશીલ પાવર
ડાંગ જીલ્લાનાં આહવા ગ્રામ પંચાયતના ૧૩ સભ્યો દ્વારા આહવા ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી રેખાબેન જીતેશભાઇ પટેલ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત:પતી દ્વારા મનસ્વી રીતે થતાં વહીવટ સામે નારાજગી સામે ગ્રામપંચાયતના સભ્યોએ દરખાસ્ત મુકી. આ ઘટના પતિદેવો દ્વારા પંચાયતના કામોમાં વધુ પડતી દખલગીરી માટે સબક!
ડાંગ જિલ્લાના આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રેખાબેન જીતેશભાઇ પટેલ વિરૂધ્ધ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ અવિશ્વાસ ની દરખાસ્ત મુકતા ખળખળાટ મચી જવા પામ્યો છે. આહવા ગ્રામ પંચાયતનો વહીવટ રેખાબેનના પતી દ્વારા મનસ્વી રીતે ચલાવતા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકી. આહવા સરપંચ ને માત્ર ટકાવારી માં સમજણ પડે છે ગામનો વિકાસ કરવામાં બિલકુલ રસ આજ સુ ધી જોવામાં આવ્યો નહીં લોકો ની સમસ્યા જ્યાં ને ત્યાં.ગ્રામ પંચાયત ના કોઈ પણ કામો થતા હોય એ અંગે એમને કોઈપણ પ્રકારની ગતાગમ પડતી નથી,સમગ્ર વહીવટ એમના પતિ દ્વારા જ થતા અન્ય સભ્યોને નારાજગીનો માહોલ સર્જાયો .
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજે ગ્રામપંચાયતના ૧૩ સભ્યો દ્વારા આહવા ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી રેખાબેન જીતેશભાઇ પટેલ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકતા ખળખળાટ મચી જવા પામ્યો છે. આહવા ગ્રામ પંચાયતના સભ્યો તલાટી કમમંત્રીને અવિશ્વાસની દરખાસ્ત સોંપી હતી. આહવાના સરપંચ એ ગ્રામપંચાયતનો વહીવટ સભ્યોને ધ્યાન બહાર મનસ્વી રીતે વિશ્વાસમાં લીધા વગર વહીવટ ચલાવી રહ્યાનો આરોપ ગ્રામ પંચાયતના સભ્યોએ લગાવ્યો હતો. આહવા ગ્રામ પંચાયતના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે શ્રીમતી રેખાબેનના પતી ગ્રામ પંચાયતનો સમગ્ર વહીવટ સંભાળી રહ્યા છે.જે કાયદાનાં વિરુધનું કામ છે, ગ્રામ પંચાયતના દરેક કામો સભ્યોની સહમતી થી જ કરવાના હોય છે ત્યારે આહવા સરપંચ દ્વારા મનસ્વી રીતે કામગીરીથી ચલાવતા કામો અને રાખેલ સભાનો ગત દીવસમાં વિરોધ નોધાવ્યો હતો.