બ્રેકીંગ ન્યુઝ

આગામી ૬ઠી ઓક્ટોબરના રોજ વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે “MSME લોન મેળા” યોજાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

આગામી ૬ઠી ઓક્ટોબરના રોજ વ્યારા સ્થિત ટાઉન હોલ ખાતે “MSME લોન મેળા” યોજાશે:
…………
સ્થળ ઉપર જ લોન અંગેની સમજણ આપી ફોર્મ ભરી ચકાસી મંજુર કરી શકાય તેવું આગવું આયોજન
…………
વ્યારા-તાપી: ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક MSME કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર, દ્વાર રાજયમાં વિવિધ સ્થળે “MSME Loan Mela” નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત નાના મોટા ધંધા,રોજગાર એકમો સ્થાપવા માટે બેંકો મારફત તમામ પ્રકારની લોન જેમકે MUDRA MSME, CCTMSE, CC જેવી રોજ્ગારલક્ષી લોન સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર અને બેંકો દ્વારા સહીયારા પ્રયાસો હાથ ધરી જેથી લોન વાંછુક અરજદારો માટે જિલ્લામાં આવેલ તમામ બેંકો આ મેળામાં ઉપસ્થિત રહી સ્થળ ઉપર જ લોન અંગેની સમજણ આપી ફોર્મ ભરી ચકાસી મંજુર કરી શકાય તેવું આગવું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં આગામી તા.૦૬/૧૦/૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે “MSME Loan Mela” નું આયોજન કરવામાં આવેલ છે. તમામ પ્રકારના લોન વાંન્ધુક અરજદારોએ જરૂરી સાધનિક આધારો સાથે સમયસર હાજર રહી “MSME Loan Mela કાર્યક્રમનો લાભ લેવા નાયબ ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેંદ્ર,તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है