શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
નવસારી જીલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશન ફાગુ.ર.નં. ૧૧૪/૨૦૧૬ ઇ.પી.કો. ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુનામાં છેલ્લા ૧૧ (અગીયાર) વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી:
આપને જણાવી દઈએ કે હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ જે વલસાડ થી નોધણી કરાવીને દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં પોતાના ટ્રસ્ટ ની ઓફીસ ખોલીને સરકારી અધિકારી જેવો રૂતબો બતાવી સોનગઢ, વ્યારા, ઉચ્છલ, નિઝર,ધરમપુર, વાંસદા, ચીખલી જેવાં અનેક વિસ્તારોમાંની જનતા ને નોકરી આપવાને બહાને કરોડો રૂપિયાનું ઉઘરાણું કરેલ હતું , નોકરીનો પગાર તમે કેટલાં વધારે ડોનેશન આપો છો, તેના પર નિર્ભર રહેતું.. જો તમે ૮૦ હજાર રૂપિયા ડોનેશન આપ્યાં તો તમને ૧૫ થી ૨૦ હજાર રૂપિયા ફક્ત એક બે મહિના પગાર આપી પછી કોઈ બહાનું કે વાંક કાઢી તમને છુટા કરી દેવામાં આવતાં એવી રીતે અનેક ગરજવાન યુવતી અને યુવાનોના કરોડો રૂપિયા લઇ રફુ ચક્કર થઇ ગયેલાં એવા તે સમયના DM ચૌધરી સાહેબ ને મળવા પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડતી, કાળા કાચ વાળી ગાડી અને આગળ મોટી લાલ નેમ પ્લેટ લગાવેલી હોય અને અંદર બેઠા સુટ વાળા DM ચૌધરી સાહેબ એટલે કોઈ વાત કરવા પણ દસ વખત વિચારતું… જે કોઈ ઉઘરાણી માટે ઘરે જાય તો સાહેબ કાયમ ગાંધીનગરમાં જ ગયાના સમાચાર પ્રાપ્ત થતાં..! DM ચૌધરી સાહેબ ની પાછળ કોના છુપા આશીર્વાદ હતાં કે પોલીસ ને આટલા વર્ષો લાગી ગયા તે પણ એક તપાસ નો વિષય છે, હજારો યુવાનોના સપનાઓને કચડી નાખનાર આખરે તાપી SOG પોલીસનાં હાથે પકડાય ગયો…! જોવું રહ્યું કેટલાં લોકોને ન્યાય મળે છે..?
કેટલાંક ગરજવાન લોકોએ જમીન મિલકત અને પશુધન વેચી ને પણ પોતાના લાડકવાયાને નોકરીએ લગાડવા હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ ને રૂપિયા આપ્યાં હતાં.
પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જીલ્લાનાં નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી.તાપીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ અનામ હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ બક્કલ નંબર ૬૩ તથા પો.કો.વિપુલભાઇ રમણભાઇ નં.૫૦૬ પો.કો.દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડ બ.નં.પ૩.પો.કો ધનંજયભાઇ ઇશ્વરભાઇ બ.નં.૭૭ નાઓ સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડ બક્કલ નંબર પર૩ પો. કો.ધનંજયભાઇ ઇશ્વરભાઇ બ.નંબર ૭૭ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે નવસારી જીલ્લાનો ચીખલી પોલીસ સ્ટેશન કે ગુ.ર.ન ૧૧૪ ૨૦૧૬ પી કો. ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુનાના છેલ્લા ૧૧ વર્ષથી નાસ્તા ફરતા આરોપી દીલીપભાઇ મનુભાઇ ચૌધરી ઉ.વ.૪૮ રહે,આંબીયા માજી સરપંચ ફળીયુ ના વ્યારા જી.તાપીનાને પકડી પાડવામાં સફળતા મળેલ છે. તથા પકડાયેલ આરોપીની ઉપરોક્ત મુજબના ગુનાના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.