શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સોનગઢ તાલુકાના 17ગામના ખેડૂતોઓએ રસ્તા માટે જમીન સંપાદન ન કરવા બાબતે તાપી કલેક્ટરને રજુઆત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ બાબતે આદિવાસી પંચ ની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જો ખેડૂતોની માંગણી સંતોષવામાં ન આવે અને જમીન સંપાદન કરવામાં આવશે તો અમે ગાંધી ચીંધયા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું. જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહશે.
ભારતના સંવિધાનના અનુચ્છેદ 244(1) તથા 5મી અનુસુચિના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા તાપીમાં કુટુંબ કબિલા સાથે રહીએ છીએ. અને ખેતી- પશુપાલન કરી જીવન જીવીએ છીએ.અમો 17 ગામો ના ખેડૂતો અમારી મા સમાન જમીન કોઈપણ ભોગે આપવા તૈયાર નથી.ભારત એક દુનિયાને દિશા દર્શક છે. દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનું સપનું છે કે 2050 સુધી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવાની વાત Cop26 પેરિસમાં ખાત્રી આપી છે .ત્યારે ઉમરગામ થી લઈ અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં પ્રાકૃતિક સંસ્કૃતિ સાથે રહી સંપોષક જેટલું જોઈએ એટલું જ ઉપયોગ કરી વર્ષોથી પોતા જીવન જીવે છે.આજે રસ્તો બનાવવાની વાત છે સોનગઢ થી કાપડબંધ સુધી જેમાં 17 ગામો આવે છે, એમાં કોઈપણ પ્રકારના ઉદ્યોગો આવેલા નથી કે રસ્તાની જરૂર પડે.જો આ વિસ્તારમાં રસ્તો બનાવી ઉધોગો સ્થાપવા માંગતા હોય તો અમો ખેડૂતોને આ પ્રકૃતિ થી સાથે રહી જીવન જીવનારા અમોને મંજૂર નથી.
અત્યાર સુધીમાં 5મી અનુસૂચિ વિસ્તારમાં નાના મોટા પ્રોજેકટો બનાવવામાં આવ્યા છે, જે માટે જમીન સંપાદન કરવામાં આવી છે. (જેવા કે ઉકાઈ, નર્મદા, કાકરાપર યોજના અને કાકરાપર અણુમથક) જેના કારણે હજારો લોકો જમીન વિહોણા થઈ સ્થળાંતર થવું પડ્યું છે. જેનાકારણે આદિવાસીઓ ઘરબાર, કુટુંબ કબિલા વિહોણા થઈ ગયા છે. જેથી આદિવાસીઓ પ્રકૃતિ-સંસ્કૃતિ અને રૂઢિ પરંપરા વિહોણા થઈ રોડ રસ્તા પર રઝડતા થઈ ગયા છે. સોનગઢ થી લઈ કાપડબંધ સુધીનો રસ્તો બનાવવાનું કોઈ કારણ નથી. ડાંગ જિલ્લાની હદ સુધી રસ્તો કરીને હાલમાં જ ડાંગ જિલ્લો પ્રાકૃતિક જાહેર કરેલ છે તો આ રસ્તો કેમ કરવામાં આવે ?
આ જમીન સંપાદન ની વાત છે એમાં 17 જેટલા ગામો, 215 સર્વે નંબર, અને 245 જેટલા ખેડૂતોની જમીન હોય અમો નીચે સહી કરનારા અમે અમારી જમીન આપવા માંગતા નથી.અમો 17 ગામના ખેડૂતો જમીનના બદલામાં વળતર ની કોઈ માંગ નથી, અમારે જમીન આપવી નથી.અમારા 17 ગામો ના 20-25 ખેડૂતોની જમીન તો પૂરેપુરી સંપાદન થતી હોય એમનું આજીવિકાનું સાધન જ ખતમ થાય છે. અમો બંધારણના 5 અનુસૂચિ વિસ્તારમાં રહીએ છે, અમારા માટે અલગ જોગવાઈ ઊભી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સમતા ચુકાદામાં કહેવામા આવ્યું છે કે આદિવાસી વિસ્તારની જમીન સરકાર પણ લઈ શક્તિ નથી. અમે ઇચ્છીએ છે, ચુકાદાનો અમલ થાય. ભારત સરકાર અને ગુજરાત સરકારના પેસા કાનૂન માં જણાવવામાં આવ્યું છે કે જો ગ્રામ સભામાં 70 % લોકોની મંજૂરી હોય તો સંપાદન કરી શકાય પરતું 100 % લોકો ના પડતાં હોય એવા સંજોગોમાં જમીન સંપાદન કરી શકાય નહીં યુ.એન. માં 13 સપ્ટેમ્બર 2007 ના રોજ આદિવાસી અધિકાર જણાવવામાં આવ્યા છે એમાં ભારત પણ આ નિયમો પાળવા બંધાયેલ છે. જેમાં કલમ 8 ના પેરા 2 માં જણાવવામાં આવ્યું છે, કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ કામ કરવામાં આવે એમાં જો આદિવાસીને નુકશાન થતું હોય તો એવા કામો તાત્કાલિક ધોરણે બંધ કરવા.
આજરોજ અમારી માંગણી ને ધ્યાને રાખીને આ રસ્તાનું કામ રોકશો એવી અમો તમામ ખેડૂતોને આશા અને અપેક્ષા છે. જો જમીન સંપાદન કરવામાં આવશે તો અમે ગાંધી ચીંધયા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહશે.