
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારા પોલીસે ઇકો ગાડી માંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો;
પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ.ગળચર સાગબારા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે એક સફેદ કલરની ઇક્કો ગાડી નંબર GJ-02-BD-2008 માં મહારાષ્ટ્ર માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરીને ગુજરાતમાં ધનશેરા ચેકપોસ્ટ થઇને જનાર છે, જે બાતમી આધારે ઇકો ગાડીને રોકતા બાતમી મુજબની સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ-02-BD- 2008 ના ચાલકે સામેથી પોલીસની ગાડી આવતી જોઇને પોતાની ઇકો ગાડી પાછી વાળવા જતા તેની ગાડી ધનશેરા ગામ પાસે આવેલ જંગલ ખાતાની નર્સરી પાસે પકડી પાડી ઇકો ગાડીના ચાલક રાજેશ રામજી વસાવા રહે.ઉંમરગોટ તા.ઉમરપાડા. જી.સુરત નાઓને પકડી પાડી ઇકો ગાડી માંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે દેશી દારૂ સૌફ 90ML બોટલ નંગ-૬૦૦ નથા માસ્ટર બ્લેન્ડ સીલેકટ વ્હીસ્કીના ક્વાટરીયા નંગ-૪૮ તથા ઇમ્પેરીયલ બ્લ્યુ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૪૮ તથા કીંગ ફિશર બીયર ટીન નંગ-૨૩,મળી કુલ નંગ-૭૧૭ કુલ દારૂ લીટર-૮૨.૪૨) કિંમત રૂ. ૨૯,૭૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા ઇક્કો ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨,૨૯,૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી તથા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ પૂરો પાડનાર પરેશભાઇ અક્કલકુવા નાઓ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી પ્રોહી એકટ કલમ 65 એ ઇ, ૮૧, ૯૮(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી.