રાજનીતિ

ડાંગ જિલ્લામા યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમા સૌથી વધુ મતદાન જુન્નેર ગામે તથા સૌથી ઓછુ મતદાન હારપાડા ગામે નોંધાયુ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામા યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમા સૌથી વધુ મતદાન જુન્નેર ગામે તથા સૌથી ઓછુ મતદાન હારપાડા ગામે નોંધાયુ :

પ્રદિપ ગાગુર્ડે, સાપુતારા : રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો તા. ૨૫મી જુને મોડી રાત્રીએ જાહેર થવા પામ્યા છે. જે મુજબ ડાંગ જિલ્લામા સરપંચ પદની કુલ-૬૦ બેઠકો પૈકી ૨૩ બેઠકો ચૂંટણીપૂર્વે જ બિનહરીફ જાહેર થતા અહીં આહવા તાલુકાની ૧૩, અને વઘઈ તથા સુબીર તાલુકાની ૧૨, ૧૨ મળી કુલ-૩૯ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. તો કુલ ૪૮૪ સભ્યો માટે આયોજિત ચૂંટણીપૂર્વે ૨૪૫ સભ્યો બિનહરીફ જાહેર થતા, ૨૩૪ સભ્યો વિજેતા થવા પામ્યા હતા. જ્યારે ૫ બેઠકો ખાલી રહેવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમા સૌથી વધુ મતદાન સુબીર તાલુકામા જુન્નેરના સરપંચના પદ માટે નોંધાયુ હતુ. અહીં ૭૬૩ પુરૂષ મતદારો પૈકી ૭૪૩ પુરૂષ મતદારો તથા ૭૭૫ સ્ત્રી મતદારો પૈકી ૭૩૮ સ્ત્રી મતદારો મળી કુલ-૧૫૩૮ મતદારો પૈકી ૧૪૮૧ મતદારોએ મતદાન કરતા ૯૬.૨૯ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.

તે જ રીતે સૌથી ઓછુ મતદાન આહવા તાલુકાના હારપાડા ગામે સરપંચના પદ માટે ૭૭.૬૨ ટકા નોંધાયુ છે. અહીં ૭૬૫ પુરૂષ મતદારો પૈકી ૬૦૩ મતદારો, અને ૭૩૨ સ્ત્રી મતદારો પૈકી ૫૫૯ મતદારો મળી કુલ-૧૪૯૭ મતદારો પૈકી ૧૧૬૨ મતદારોએ મતદાન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है