મારું ગામ મારાં ન્યુઝ

ડેડીયાપાડા નાં ભરવાડ ફળિયામાં ઉભરાતી ગટર ની સમસ્યાથી રહીશો પરેશાન: રોગચાળાની ભીતી;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

  • તંત્રને વાંરવાર રજુઆત કરવા છતા સમસ્યા નું કોઈ જ નિરાકરણ નહી. સ્થાનિક મહિલાઓ દ્વારા આંદોલનની ચીમકી;

ડેડીયાપાડા માં આવેલા ભરવાડ ફળીયા ના મુખ્ય માર્ગ પર ચોમાસુ આવતા જ ગંદકી નું પ્રમાણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બજાર માંથી મુખ્ય માર્ગથી ફળિયામાં જવાના રસ્તા ની આજુબાજુ દુષિત પાણી નીકળવાની ગટર ની વ્યવસ્થા યોગ્ય ન હોવાને કારણે રસ્તા પર પાણી ભેગું થાય છે. ચોમાસામાં વરસાદ પડવાને કારણે કાદવ કિચડનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે.

ચોમાસામાં પરિસ્થિતિ વધુ વકરતા ફળીયામાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ ત્યાં ના રહીશો એ વ્યક્ત કરી છે. બનાવેલી ગટર ઉભરાતા ગટરનું પાણી રસ્તા પર વહેતુ થયું હતું. જે તેને વાંરવાર રજુઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી તેવું સ્થાનિકો એ જણાવ્યું હતું. સ્થાનિકોને જણાવ્યા અનુસાર પંચાયત માં બે બે વાર નોટિસ આપવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ સમસ્યા નું નિરાકરણ ન આવે તો સ્થાનીક મહિલાઓ એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है