
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રાથમિક શાળા ખોટા રામપુરા ખાતે ગ્રામ કલા અને સાંસ્કૃતિક મહોત્સવ-૨૦૨૩ યોજાયો;
ઉમરપાડા તાલુકામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળાઓ દ્વારા ગ્રામ કલા અને સંસ્કૃતિક મહોત્સવ – 2023 અંતર્ગત રાસ ગરબા, અભિનય ગીત , રંગોળી , ચિત્રકલા, સુલેખન , નિબંધ લેખન , બાળવાર્તા , વકૃત્વ આદિવાસી હસ્ત કલા અભૂષણો પહેરવેશ વગેરે વિવિઘ શ્રેષ્ઠ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના ઉદઘાટક ધારાસભ્યશ્રી 156 માંગરોળ અને પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપત સિંહ વસાવા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળા ખોટારામપુરા ખાતે આયોજિત ગ્રામ કલા અને સાંસ્કૃતિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબામાં સરવણ ફોકડી પ્રાથમિક શાળાના બાળકો પ્રથમ નબર પ્રાપ્ત કર્યો હતો, તેમજ ગરબા સ્પર્ધામાં મુખ્ય શિક્ષક. ચૌધરી સંગીતાબેન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા,