
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ભરૂચ: વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન આધારે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર નો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા માટે ATS ચાર્ટર મુજબની કામગીરી અન્વયે, પોલીસ અન્વયે સાહેબ. એમ.આર.શકરીયા તથા પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.સાગરભાઇ મનસુખભાઇ નાઓને મળેલ બાતમી આધારે પાલેજ વિસ્તારમાંથી આ કામના આરોપી સુહેલ સલીમ કપડવંજ વાળા, રહે-કુરચણ નવી નગરી, તા.આમોદ, જી.ભરૂચ નાને નેશનલ હાઇવે -૪૮ ઉપર આવેલ શમા હોટલ નજીકથી ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ તથા ત્રણ જીવતા કારતુસ કિ.રૂ.૫૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.ભરૂચ ના ઓ કરી રહેલ છે.
સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:
P.S.i, શ્રી એમ.આર.કોરીયા, પો.કો. પ્રધ્યુમનસિંહ દિનેશભાઈ, હે.કો. જયેશભાઈ સાકરલાલ
A.S.i. પ્રદિપ ભાઈ રમેશભાઈ, પો.કો.સાગરભાઇ મનસુખભાઇ, હે.કો. હરેશભાઇ રામકૃષ્ણભાઇ