બ્રેકીંગ ન્યુઝ

સરકારી અનાજ સગે-વગે કરવાનું મોટું કૌભાંડ પકડાયું:

સરકારી યોજનાનાનું મફત વિતરણ કરવાનું અનાજ સગેવગે કરનાર સંચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની લોકોએ કરી માંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર

નર્મદામાં લોકડાઉન દરમિયાન સરકારી અનાજ સગે વગે કરાવાનું મોટું કૌભાંડ, 1.20 લાખનો દંડ નર્મદા જીલ્લામાં જીલ્લા પુરવઠા અધિકારીને અથવા પુરવઠા વિભાગ પાસે  ટાઇમ હોય તો હજુ મોટાં સરકારી અનાજના કૌભાંડ બહાર આવે તેમ છે!

દુકાનદાર ખાનગી માણસ રાખી દુકાન ચલાવતો હતો, 73 કાર્ડ ધારકોનું 118429 રૂપિયાનું અનાજ સગેવગે કર્યું:

સરકારી યોજનાના અનાજ સગેવગે કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની માંગ:

સરકારે જ્યારે લોકડાઉન જાહેર કર્યું ત્યારની, સરકારે તમામ લોકોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી.નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામના રાયસિંગ ગિરીશ વસાવાએ સસ્તા અનાજના દુકાનદાર દ્વારા અનાજ સગે વગેે કરાતું હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ સરકારે લોકડાઉનમાં દરેક પરિવારને મહિનામાં 2 વાર અનાજ આપવાની જાહેરાત કરી છે, તે છતાં મારા કુટુંબને ડેડીયાપાડા પારસી ટેકરી પર રેહતા ઉમરાણમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દેવરામ.ડી.વસાવા દ્વારા એપ્રિલ-મેં 2020 માં ફક્ત એક જ વખત અનાજ અને એ પણ નિયમ કરતા ઓછું અપાયું હતું જૂન મહિનામાં તો એક વખત પણ અનાજ મળ્યું નહોતું. દુકાનદારે ફક્ત એક જ વખત અનાજ આપ્યું છે જ્યારે મીઠુ તો આપ્યું જ નથી. બીજી વખતનું અનાજ ન આપી છેતરપીંડી કરી ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર સગેવગે કર્યું હોવાની ફરિયાદ કરી હતી. યુવાનની આ ફરિયાદ બાદ જિલ્લા વહિવટીતંત્રએ તપાસને અંતે દુકાનદારનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરતા ખળભળાટ મચ્યો છે.સાથે સાથે સગેવગે કરેલું 118429 રૂપિયાનું અનાજ અને 5000 રૂપિયા ડિપોઝીટ મળી કુલ 123429 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

તપાસ દરમિયાન તંત્રના ધ્યાને આવી બાબતો:
(1) દુકાનદાર પોતે દુકાન ચલાવતો નથી પણ ખાનગી ઓપરેટરને રાખે છે, જેની ગ્રાહક સાથે વર્તણુક યોગ્ય નથી અને અનાજનો જથ્થો પણ પૂરતો આપતો નથી.સામે બોલવાવાળાને ધમકાવે છે.

(2) PMGKAY યોજનામાં એપ્રિલ અને મેં મહિનામાં ચોખા કાર્ડ ધારકોને ન આપી ઓફલાઈન મેન્યુઅલી એન્ટ્રી કરી જથ્થો સગેવગે કર્યો છે.

(3) ગ્રાહકોને મળવાપાત્ર ફૂડ કૂપનો જેતે ગ્રાહકને અપાઈ નથી, દુકાન કામકાજના સમય દરમિયાન ખોલાઈ હોય એવું ધ્યાને આવ્યું નથી.તપાસ સમયે હિસાબો રજૂ કર્યા ન હતા

(4) ક્રોસ ચેકીંગ દરમિયાન દુકાનદારે 73 જેટલા રાશનકાર્ડ ધારકોને 3783 કિલો ઘઉં (68094 રૂપિયા), 1882 કિલો ચોખા (41404 રૂપિયા), 77 કિલો ખાંડ (2541 રૂપિયા), 60 કિલો ચણા/ચણાદાળ (4800 રૂપિયા), 60 કિલો મીઠું (600 રૂપિયા), 33 લિટર કેરોસીન (990 રૂપિયા) કાર્ડ ધારકોને ન આપી સગેવગે કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

સરકારી યોજનાના અનાજ સગેવગે કરનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કેમ નહિ?
નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામના સસ્તા અનાજ દુકાનમાં અનાજ સગેવગે કરાતું હોવાનું માની લાયસન્સ રદ કર્યું છે.પણ પુરવઠા વિભાગે ફક્ત દંડ કરી લાયસન્સ રદ કરી કેમ સંતોષ માન્યો? તપાસને ત્રણ મહિના થયા તો દુકાનદારે ત્રણ મહિના સુધી સરકારના નાણા વાપર્યા!  તેને સરકારી નાણાની ઉચાપાત ગણી પોલીસ કાર્યવાહી કેમ ન કરી? શુ આ કાર્યવાહીમાં પણ પુરવઠા વિભાગનો કોઈ ફાયદો છે? સહિત અનેક સવાલો લોકો કરી રહ્યા છે.અને આ દુકાનદાર વિરુદ્ધ પોલિસ કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. સાથે સાથે જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર ધનિષ્ઠ તપાસની માંગ પણ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है