
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાનાં ગારદા અને મોટાજાંબુડા વચ્ચે રસ્તો અને કોઝવે બને તેવી લોક માંગ ઉઠવા પામી છે, નેતાઓનાં ઠાલાં વાયદાઓ સામે નવરચિત જીલ્લા અને તાલુકા પંચાયત પાસે વિકાસ કામોની મોટી આશા:
દેડીયાપાડા તાલુકાનાં છેવાડા નાં વિસ્તાર માં આવેલું ગારદા ગામ તેમજ નેત્રંગ તાલુકાનું મોટા જાંબુડા ગામ વચ્ચે માત્ર 1 કિ.મી. નું જ અંતર છે. સામ સામે આવેલા આ બે ગામ વચ્ચે દમણ નદી આવેલી છે, જેના કારણે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ નાં પાણીમાં બંને ગામો સંપર્ક વિહોણા બની જાય છે, ગામ માં અકાળે કોઈનું મૃત્યુ થાય કે બીમાર હોય ત્યારે ખુબજ હાલાકી ભોગવવાનો વારો આવે છે. તેમજ જીવન જરૂિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે જવું હોય ત્યારે, ગારદા, ભૂતબેડા, ખામ, મોટા જાંબુડા સહિત અનેક ગામોનાં લોકોને 8 કિ.મી થી 10 કિ.મી. વધુ ફરવાનો વારો આવે છે. અને ગ્રામજનો ને તેમજ નોકરિયાત લોકોને ખુબજ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે પહેલાના તાલુકાના સત્તાધીશોને આ બાબતે ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહીઓ કરાઈ નથી.પરંતુ હાલમાં નવી બનેલી તાલુકા પંચાયતનાં સત્તાધીશોએ આ બાબતે જરૂરી કાર્યવાહી કરીને લોકહિત માટે પરિણામલક્ષી નિકાલ લાવવાની આશા સેવાઈ રહી છે.