બ્રેકીંગ ન્યુઝ

વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર રાજ્યભરમાં પોલીસની બાજ નજર :

ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયભરમાં ૨૯,૮૪૪ કેસો, ૨૪,૭૧૦ આરોપીઓની ધરપકડ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  કીર્તન ગામીત 

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નું મતદાન તા. ૦૧/૧૨/૨૦૨૨ (પ્રથમ ચરણ) તથા તા. ૦૫/૧૨/૨૦૨૨ (દ્વિતીય ચરણ) રોજ યોજાનાર છે. તા. ૦૩/૧૧/૨૨થી આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે:

2. ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨સુધી કુલ૨૯,૮૪૪ કેસો કરવામાં આવેલ છે જેમાં ૨૪,૭૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં ૨૪,૭૫,૬૫૦ રૂ. નો દેશી દારૂ ૧૩,૨૬,૮૪,૨૧૬ રૂ. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા ૧૭,૬૭,૪૧,૧૩૨ રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા ૩૧,૧૯,૦૦,૯૯૯/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.

3. રાજ્યમાં Criminal Procedure Code, 1973  હેઠળ ૨,૬૦,૭૦૩ કેસો, Gujarat Prohibition Act, 1949 હેઠળ ૩૦,૦૫૧ કેસો, Gujarat Police Act, 1951  હેઠળ ૭૧ કેસો તથા PASA Act, 1985 હેઠળ ૩૨૯ કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ ૨,૯૧,૧૫૪ અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવેલ છે.

4. રાજ્યમાં કુલ ૫૫,૬૪૦/- પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ જમા ૫૧,૧૨૬ (૯૧.૮૮%) હથિયારો જમા લેવામાં આવેલ છે, તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.

5. રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ ૭૮ ગેરકાયદેસર હથિયાર અને  ૩૫૪ ગેરકાયદેસર દારૂગોળા તથા ૧૫૦ ગ્રામ વિસ્ફોટક પદાર્થ જમા કરવામાં આવેલ છે.

6 રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ ૩૯ કેસો નોંધી, કુલ ૬૧,૯૨,૭૭,૩૦૯/- નો ૧૪૬૦.૯૮૯૫ કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.

7.રાજ્યમાં હાલ ૧૪૦ આંતરરાજ્ય ચેક પોસ્ટ કાર્યરત છે.  Static Surveillance Teams દ્વારા 56,270/- રૂ. નો IMFL,3,430/- રૂ. નો દેશી દારૂ, 1,53,00,000/- રૂ. ના ઘરેણાં, 92,84,730/- રૂ.ની રોકડ રકમ તથા 14,61,700/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,68,21,400/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Flying Squads દ્વારા 11,242/-રૂ. નો IMFL,500/- રૂ. નો દેશી દારૂ, 1,41,15,940/- રોકડ રૂપિયા (Cash) તથા 8,58,000/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 1,49,85,682/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Local Police દ્વારા 3,08,71,000/-રોકડ રૂપિયા (Cash), 3,54,14,237/- રૂ. ના ઘરેણાં,61,92,87,199/- રૂ. ના NDPS પદાર્થો તથા 74,33,924/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 69,30,06,360/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है