બ્રેકીંગ ન્યુઝ

સિંગલ ગભાણ ગામે અવકાશી વીજળી પડતા 17 જેટલા પશુઓનું મરણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા તાલુકાના સિંગલ ગભાણ ગામે અવકાશી વીજળી પડતા 17 જેટલા પશુઓનું મરણ; 

તારીખ 2 ઓક્ટોબર શનિવારના રોજ 12 : 30 કલાકે ભારે ગાજ વીજ સાથે વરસાદ વરસતા એકા એક આકાશી વીજળી પડી હતી, જેમાં ગામમાં રહેતા કેટલાક ઇસમોના મૂંગા પશુઓ પર આકાશી આફત એટલે કે વીજળી પડી હતી, અને કેટલાંક પશુઓનું વીજળી પડવાથી મરણ થયું હતું,

જેમાં ગામના ખુમાનસિંગ કાલસીયાભાઈ નું એક બળદ કિંમત રૂપિયા 30,000/- , મંગાભાઈ નકટિયાભાઈ ની ત્રણ બકરી કિંમત રૂપિયા 15,000/ , રૂમાભાઈ નવાભાઈ ની ત્રણ બકરી કિંમત રૂપિયા 15,000/- , ગીબિયા મારગિયા ની ત્રણ બકરી 15,000/- , બાવા ઓલિયા ની એક બકરી કિંમત રૂપીયા 5,000/-, રાજીયા કાલસીયા ની પાંચ બકરી કિંમત 25,000/- અને ખુમાનસિંગ નકટિયા ની એક બકરી કિંમત 5,000 /-મળી કુલ 1,10,000/- ની કિંમત ના મૂંગા પશુઓ નું મરણ થતા ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી સરપંચ અનિરુદ્ધભાઈ વસાવા દ્વારા સ્થળ ની મૂલાકાત લઈ જવાબદાર તંત્ર ને જાણ કરતો પત્ર લખ્યો હતો, તેમજ મોટા પ્રમાણમાં ગ્રામજનોની નુકશાની બાબતે સરપંચે સાંત્વના આપી મદદરૂપ બન્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है