મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લા માં પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠક આહવા ખાતે યોજાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

 ડાંગ જિલ્લા માં પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠક આહવા ખાતે યોજાઈ: 

વિશિષ્ટ ભૃપૃષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામા ખાસ કરીને ચોમાસા દરમિયાન ભુસ્ખલન તથા વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સાથે, લો લેવલ કોઝ-વે અને માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળવાના બનાવો બનતા હોય છે. તેવા સમયે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી કરવાની તાકીદ ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડયાએ કરી છે.

આહવા ખાતે યોજાયેલી પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠકમા માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ, સંદેશા વ્યવહાર સહિત વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તાકીદ કરતા, જિલ્લામા ચોમાસા દરમિયાન નોંધાતા જાનમાલની નુકશાન બાબતે સમયસર ત્વરીત કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપી હતી. 

સરેરાશ ૧૮૦૦ થી ૨૦૦૦ મી.મી. વરસાદ ધરાવતા ડાંગ જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારોમા ચોમાસાના ભારે વરસાદ કે વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી ઘટના સર્જાઈ, તો આકસ્મિક સ્થળાંતર, બચાવ અને રાહત કામગીરી, જરૂરી દવા અને તબીબી સેવાઓ, અનાજ પુરવઠો, વાહન વ્યવહાર સહિતની પ્રાથમિક સેવાઓ ખોરવાઈ નહી તેની વિશેષ તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી. 

ચોમાસામા ડાંગ જિલ્લાનુ સોંદર્ય જ્યારે પૂરબહારમા ખીલી ઉઠે છે ત્યારે, અહીંના ધોધ અને પર્યટનો સ્થળોએ પ્રકૃતિ પ્રેમી પર્યટકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સમયે ફોટોગ્રાફી અને સેલ્ફીની ઘેલછામા, કેટલાક પ્રવાસીઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે, અને આડેધડ પાર્કિગ કરવાને લીધે જાહેર વાહન વ્યવહાર પણ અવરોધાતો હોય છે. આવી સ્થિતિનુ નિર્માણ ન થાય તે માટે સુચારૂ પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે, લો લેવલ કોઝ-વે કે માર્ગો ઉપર ફરી વળતા વરસાદી પૂરને કારણે કોઈ અનિચ્છત ઘટના ન બને, તેની તકેદારીના ભાગરૂપે જરૂરી સિકયોરિટી ગાર્ડની સેવા ઉપલબ્ધ રાખવાની પણ કલેકટરશ્રીએ સૂચના આપી હતી. 

ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે પ્રજાકિય જાનમાલના નુકશાન વેળા ચૂકવાતી સહાય, કેશડોલ્સની કામગીરી સહિત ગ્રામીણ કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સ્વૈચ્છીક-સામાજિક સંસ્થાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની હિમાયત પણ કલેકટર શ્રી ભાવિન પંડયાએ કરી હતી. 

દરમિયાન નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિતે તા.૧લી જુન ૨૦૨૨ થી જિલ્લાનો કંટ્રોલરૂમ (૦૨૬૩૧-૨૨૦૩૪૭) રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવા સાથે, રજે રજની માહિતી કંટ્રોલરૂમમા નોંધાવવાની, સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. 

તેમણે ડિઝાસ્ટર સંબંધિત લાયઝન અધિકારીઓની નિમણૂક, ઈમરજન્સી કીટ, સરકારી વાહનો જેવા મુદ્દે પણ વિસ્તૃત સમજ પૂરી પાડી હતી. 

બેઠકનું સંચાલન કરતા ઇન્ચાર્જ ડીઝાસ્ટર મામલતદાર શ્રી મેહુલ ભરવાડે વિભાગવાર જ્વાબદારીઓનુ પ્રેઝન્ટેશન રજુ કરતા, એક્શન પ્લાનની વિગતો રજુ કરી હતી.

બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. વિપીન ગર્ગે, અધિક નિવાસી કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રાયોજના વહિવટદાર શ્રી કે.જે.ભગોરા, કાર્યપાલક ઈજનેરો, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હિમાંશુ ગામીત, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.સી.ભુસારા, પ્રાંત અધિકારી શ્રી આર.એમ. જાલંધરા, તાલુકા મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है