
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નઝીર પાંડોર
કોરોના કહેર વચ્ચે જનસેવા કેન્દ્રનાં કર્મચારીઓ પર આર્થિક આફત? હાલ નવાં શેક્ષણિક સત્રનું ખુલવાનો સમય વચ્ચે હડતાળ જલ્દી સમેટાય તે જરૂરી!
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા મથક ખાતે મામલતદાર કચેરી કાર્યરત છે, આ કચેરી ખાતે પ્રજાજનોની વિવિધ કામગીરીઓ માટે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે, જનસેવા કેન્દ્ર ખાતે આવક, જાતિ, સિનિયર સીટીઝન, રેશનકાર્ડ સહિતની કામગીરી કરવામાં આવે છે, માંગરોળ તાલુકાનાં અંદાજે ૯૨ જેટલાં ગામોની પ્રજા એ ઉપરોક્ત કામગીરી માટે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવવું પડે છે, જનસેવાની કામગીરી કરવા માટે જે કર્મચારીઓ મુકવાના હોય છે, એ માટે ગાંધીનગર ખાતેથી એજન્સીઓની નિમણુક કરવામા આવે છે, નિમણુક થયેલી એજન્સીઓ જે તે તાલુકાઓ ખાતે કર્મચારીઓને મોકલે છે, પરંતુ માંગરોળ તાલુકા ખાતે ફરજ બજાવતાં કર્મચારીઓ ને છેલ્લા આંઠ થી અગિયાર માસ સુધીનો પગાર ચુકવવામાં આવ્યો નથી, આ કર્મચારીઓએ કોરોનાં જેવી મહામારીની પરિસ્થિતિમાં પણ ફરજ બજાવી છે, હાલમાં કોરોના વોરીયર્સ પગાર માટે રાહ જોઈ રહ્યા છે, જનસેવા કેન્દ્રનાં કર્મચારીઓ આજે હડતાળ ઉપર જતાં પ્રજાજનોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે, જો કે સુરત જિલ્લાના નવે નવ તાલુકાઓમાં આ પરિસ્થિતિ ઉભી થવા પામી છે, આપણી સંવેદનશીલ સરકાર આ મુદ્દે મધ્યસ્થી કરે એ ઘણું જરૂરી છે ફક્ત ઓપરેટરો માટે જ નથી પ્રજાજનોનાં પણ હીતમાં છે, આખરે યેન કેન રીતે આમ જનતા જ ધક્કા ખાય રહીછે?