
શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપી જિલ્લાના જાગૃત નાગરિકોએ કોરોના પ્રતિરોધક રસી લઇ “કોરોના મુક્ત તાપી” અભિયાનમાં યોગદાન આપ્યું,
વ્યારા વેપારી મંડળના સભ્યો દ્વારા અયોજિત કેમ્પમાં પ્રથમ દિવસે ૨૦૦ નાગરિકોએ રસી મુકાવી:
વ્યારા-તાપી. તા.૦૫: વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારીના સંક્રમણ સામે સુરક્ષા આપતું કોરોના રસીકરણ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં ૪પ થી વધુ વયના તમામ નાગરિક ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે દરેક વેપારી સુપર સ્પ્રેડરની કેટેગરીમાં આવે છે. તેથી સૌ વેપારીઓ તેઓના પરિવાર તથા કામદારોને પણ કોરોનાની વેકશીન મુકાવવી જરૂરી છે.
તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના જન૨લ સ્ટોર, શાકભાજી, પાન, મોબાઈલ, મીઠાઇ,કાપડ, હાર્ડવેર તેમજ અન્ય તમામ દુકાનદારો માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન જૈન આરાધના ભુવન, સુરતી બજાર,વ્યારા ખાતે જિલ્લા વહિવટી તંત્ર તાપી તથા વ્યારા વેપારી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કેમ્પના પ્રથમ દિવસે કુલ-૨૦૦ જાગૃત નાગરીકોએ કોરોના પ્રતિરોધક રસી લઇ “કોરોના મુક્ત તાપી” અભિયાનમાં સહકાર આપી તાપી જિલ્લાને કોરોના મુક્ત બનાવવામાં પોતાનું યોગદાન આપ્યુ હતું.
વ્યારા વેપારી મંડળના પ્રમુખ ભાવેશભાઇ શાહ આ બાબતે જણાવે છે કે, “કોરોનાની રસી સુરક્ષિત છે. તેના વિશેની ખોટી અફવાઓથી દુર રહી દરેક વ્યક્તિએ રસી મુકાવવી જોઇએ. આ અંગે અમે વધુમાં વધુ લોકોને જાગૃત કરીશું અને તાપી જિલ્લાને કોરોના મુક્ત બનાવવા બનતા તમામ પ્રયાસ કરીશું.”