વિશેષ મુલાકાત

તાપી જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહ 2023ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી:

જંગલી પશુઓ પણ સુષ્ટી ચક્રનો મહત્વનો ભાગ છે:- નાયબ વન સંરક્ષક પુનીત નૈયર

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ઇકો ટુરીઝમ કેમ્પ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ 2023ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી:

સ્થાનિક યુવા યુવતીઓને વન્ય પ્રાણીઓની બચાવ કામગીરીનો ભાગ બનવા અને લોકોને પ્રાણીઓ પ્રત્યે સદભાવના કેળવવા અપીલ કરતા મુખ્ય વન સંરક્ષક-સુરત વન વર્તુળના શ્રી ડૉ.શશીકુમાર

વ્યારા : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ઇકો ટુરીઝમ કેમ્પ ખાતે આજે તાપી જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી મુખ્ય વન સંરક્ષક-સુરત વન વર્તુળના શ્રી ડૉ.શશીકુમારના અધ્યક્ષસ્થાને તથા તાપી જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી પુનીત નૈયર સહિત વન વિભાગના અધિકારી-કર્મચારીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી શ્રી ડૉ.શશીકુમાર મુખ્ય વન સંરક્ષક-સુરત વન વર્તુળ દ્વારા તમામ વન વિભાગના અધિકારી કર્મચારીઓને વન્યજીવોને બચાવવાના કામમાં વધુમાં વધુ નાગરિકોને જોડવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને સ્થાનિક યુવા યુવતીઓને વન્ય પ્રાણીઓની બચાવ કામગીરીનો ભાગ બનવા અને લોકોને પ્રાણીઓ પ્રત્યે સદભાવના કેળવવા અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેયું કે, એક જવાબદાર અધિકારી-કર્મચારી તરીકે સૌના ઘણા બધા રોલ હોય છે. કોઇ પણ કામ એક ઝુંબેશ ત્યારે બને જ્યારે તેમાં સ્થાનિક લોકો સહભાગી બને. તેમણે વન્ય પ્રાણીઓને બચાવવા સ્થાનિક નાગરિકોને જાગૃત કરવા ખાસ અનુરોધ કર્યો હતો. 

નાયબ વન સંરક્ષકશ્રી પુનીત નૈયરે સ્વાગત પ્રવચન કરતા પોતાની કારકિર્દી દરમ્યાન બનેલા અવનવા બનાવો અને જંગલી પશુઓ સાથેના કોન્ફ્લીક્ટના કેસો અંગે ચર્ચા કરી હતી. તેમણે સૌને આ વિસ્તારને ધ્યાને લેતા દિપળાના કેસોમાં કારણ વગર પાંજરામા પુરવું ન જોઇએ એમ સૌને ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે પશુઓના જીવને બચાવવા અને જંગલી પશુઓ પણ સુષ્ટી ચક્રનો મહત્વનો ભાગ છે એમ સમજ કેળવી હતી. 

કાર્યક્રમમાં વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે કામ કરતા શ્રી મયુર કુમાવત દ્વારા ‘Human Leopard Conflict Management’ અંગે, કૌશલ મોદી દ્વારા ‘Case Study of Leopard in South Gujarat’ અંગે અને નિખીલભાઈ સુર્વે દ્વારા ‘Leopard Biology and Research અંગે’, શ્રી રણજીતભાઈ જાધવ દ્વારા Role of Media અંગે’ પ્રવચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે વન્ય પ્રાણી જાગૃતતા અંગે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પુષ્પાંજલી સંસ્થા અમદાવાદના કલાકારો દ્વારા “જીવનું કરીએ જતન અને પાવન કરીએ વતન” વિષય ઉપર વન્ય પ્રાણીઓને બચાવવા અંગે નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના અંતે ઉપસ્થીત સૌએ વન્યપ્રાણીઓને બચાવવાની શપથ લીધી હતી. 

નોંધનિય છે કે, વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે ૨, ઓકટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડીયા સુધી એટલે કે ૨ થી ૮ ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડીયા દરમ્યાન રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ જેવા કે, સાયકલ રેલી, બાઇક રેલી, અવેરનેસ પ્રોગ્રામ, નુકકડ નાટક, ચિત્ર સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ વગેરે કાર્યક્રમો થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃતતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે. 

આ પ્રસંગે તાપી જિલ્લાના વિવિધ રેન્જના આરએફઓ, બીટગાર્ડ વગેરે સહિત વન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है