વિશેષ મુલાકાત

વાંસદા તાલુકાનાં આદિવાસી વિસ્તાર તોરણીયા ડુંગરથી હિમાલય-ભ્રમણ સુધી સફર કરતી કાજલ :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

નવસારી જિલ્લાનું ગૌરવ:

વાંસદા તાલુકાનાં આદિવાસી વિસ્તાર તોરણીયા ડુંગરથી હિમાલય-ભ્રમણ સુધી સફર કરતી કાજલ :

તોરણીયા ડુંગરથી હિમાલય-ભ્રમણ સુધી સફર કરતી કાજલ..નવસારી જિલ્લા અને આદિવાસી સમાજ નુ ગૌરવ:

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનુ ચોક બોલ એન્ડ પ્લેડ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત  યશ પર્વતારોહણ અને ટ્રેકિંગ કેમ્પ વાંસદાના માધ્યમથી તોરણીયા ડુંગર ઉપર ચાલતી વિવિધ પર્વતારોહણ ની તાલીમો માં કુશળતા પ્રાપ્ત કરી હાલ ૨૧/૦૯/૨૦૨૨ના રોજ યોજાનાર હિમાલય ભ્રમણ માટેની શારિરીક યોગ્યતા કસોટી માટે નવસારી જિલ્લાના પર્વતારોહી કાજલબેન મુળજીભાઈ માહલા ગામ નવતાડ અને વિકેશભાઈ રાજેશભાઈ ગામિત ગામ ચારણવાડા તથા વલસાડ જિલ્લાના ઉમરગામ ખતલવાડા ના યુવા પર્વતારોહક માછી બ્રિજેશકુમાર તા. 21/09/2022 ના રોજ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે સિલેક્શન ટ્રાયલમાં ગયા હતા. જેમાં સંપૂર્ણ ગુજરાત થી ઘણા પર્વતારોહીએ ભાગ લીધો હતો. શારીરિક, માનસિક તંદુરસ્ત,અને કુશળતાપૂર્વક કૌશલ્ય થી પારંગત ખડક ચઢાણનો કોચિંગમાં સફળતા તથા તમામ ફીઝીક્લ પેરામીટર માંથી પાસ થઈ શારિરીક યોગ્યતા કસોટી રોક ક્લાઈમીંગનો આ ઉપરાંત 5. કિ.મી. દૌડ, જેમાં નવસારી જિલ્લામાં વાંસદા તાલુકા અને નાવતાડ ગામના વતની *શ્રી મૂળજીભાઈ ની દીકરી કાજલબેનની* પસંદગી થઈ હતી. હિમાલય ભ્રમણ માટે સંપૂર્ણ ગુજરાત રાજ્ય માંથી 10 ની ટીમ સિલેક્શન થયેલ હતી. જેમાં 8-ભાઈઓ અને 2- બહેનો જેમાં કાજલબેન મૂળજીભાઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી,” પહાડો કે પહાડો કે દીવાને, હાથ લિયે તિરંગા હરા ફહરા ને ચલે નીલ ગગન ” નારા ને સફળ બનાવ્યો છે.

કાજલ નું પ્રારંભિક શિક્ષણ પોતાના ગામની પ્રાથમિક શાળા નવતાઙ ધોરણ ૧થી૮ , માધ્યમિક શિક્ષણ સદગુરુ હાઈસ્કૂલ ભીનાર, કોલેજ અભ્યાસ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદા અભ્યાસ દરમિયાન તોરણીયા ડુંગર ખાતે ચાલતી યશ પર્વત રોહાણ અને ટ્રેકિંગ ની ક્રમશઃ માર્ગદર્શન લઈ બેઝિક કોર્સ, એડવાન્સ કોર્સ, અને કોચિંગ કોર્સ, પૂર્ણ કર્યા બાદ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે સિલેક્શન ટ્રાયલમાં સિલેક્ટ થયા બાદ તારીખ 03/10/2022 થી 17/10/2022 સુધી હિમાલય ભ્રમણ માટે પ્રાયાણ કરશે. કાજલ ની આ કાબેલદાર સિધ્ધિ તેમના સાથી સહાયક મિત્રો, વડીલ સહયોગી શ્રી ત્રિલોકનાથ યાદવ તેમજ નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હીરેન પટોડીયા સાહેબ અને તેમનો સ્ટાફ, વિશેષમાં આ સફળતા ના માર્ગદર્શક શ્રી ડૉ. વિજય પટેલ ( મોટીભમતી મો.7567973241 ) અને તેમની નિષ્ણાંત ટીમે અભિનંદન. પાઠવતાં આ પર્વતારોહી માહલા કાજલને દરેક મિત્રોને હિમાલય ટ્રેકિંગ પ્રોગ્રામ 2022/23 માં સિલેક્શન થવા બદલ દરેક પર્વતારોહી  તરફથી અભિનંદનો ની વર્ષા ઓ કરવા માં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है