બ્રેકીંગ ન્યુઝ

ક્યાં બની નજીવા કારણોસર આધેડ મહિલાની નિર્મમ હત્યાની ઘટના?

ચારેય આરોપીઓએ મહિલાને લાકડાના ફટકા તેમજ ચપ્પુ જેવાં હથિયાર વડે મહિલાનાં પેટમાં ઘા ઝીંકી હત્યા કરી નાંખી.

શ્રોત: ગ્રામીણ ટુડે સુરત,માંગરોળ કરૂણેશભાઈ

 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરાડા ગામ ખાતે નજીવા કારણોસર આધેડ મહિલાની હત્યાની ઘટના બનવા પામી હતી. વૃદ્ધાના ઘર નજીક થી જલાઉ લાકડા કોઈ ચોરી લઈ જતા આરોપીઓને વૃધ્ધા પૂછવા ગઈ હતી. જે બાબતે રોષ/અદાવત રાખી લાકડાના ફટકા તેમજ ચપ્પુના ઘા મારી આધેડ મહિલાની હત્યા કરી:

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરાડા ગામ ખાતે ગતરોજ રાત્રે હત્યાની ઘટના બનવા પામી હતી. કરાડા ગામે હળપતિવાસ ખાતે કમુબેન બુધિયાભાઇ રાઠોડ નામની આધેડ મહિલાની નજીવી બાબત ને લઇને હત્યા કરાઈ હતી. કરાડા ગામ જુનાં હળપતિવાસ ખાતે ગતરોજ મૃત્યુ પામનાર 70 વર્ષીય કમુબેન પોતાના ઘરની બાજુની જગ્યામાં મુકેલા જલાઉ લાકડાં બાબતે ફળીયામાં જ રહેતા અને હત્યાના આરોપી એવાં હરીશભાઈ નટુભાઈ રાઠોડ, આકાશ હરીશભાઈ રાઠોડ, બાદલ હરીશભાઈ રાઠોડ તેમજ મીનાબેન હરીશભાઈ રાઠોડને ટકોર કરી હતી, જે બાબતે ઉશ્કેરાયેલા એક જ પરીવારનાં ચારેય આરોપીઓએ મહિલા કમુબેનને લાકડાના ફટકા તેમજ ચપ્પુ જેવાં હથિયારો વડે મહિલા પેટમાં ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. માહિતી મુજબ  મૃતક વૃદ્ધાને હાથ અને પગમાં પણ ચપ્પુ વડે હુમલો કરી  નિર્મમ હત્યા કરી હતી.  આખી ઘટના ની જાણ કડોદરા પોલીસને થતાં ધટના સ્થળે કડોદરા GIDC પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વળવી તેમજ તેમની  ટીમ સાથે  એફ. એસ. એલની મદદ મેળવી લેવાયાં હતાં લોહીના નમુના. સમગ્ર   ઘટના અંગે મૃતકના પુત્ર રવજીભાઈ બુધિયાભાઇ રાઠોડની ફરિયાદને લઈ કડોદરા પોલીસે  હત્યારાઓની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું.

Related Articles

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है