About Us
ગ્રામીણ ટુડે મીડિયા નેટવર્ક રજીસ્ટર્ડ ન્યુઝ નેટવર્ક છે, જે મુખ્યત્વે ભારત ભરમાં ગ્રામીણક્ષેત્રેનાં તથા બિન વિક્સીત વિસ્તાર, કોઈપણ શહેરી કે ગ્રામ્ય વિસ્તારના સમાચારો, ગામવિકાસની ગાથાઓ, ઇનોવેશન, ટેલેન્ટ, સફળ વ્યક્તિની મુલાકાત, સંઘર્ષ, સમસ્યાઓ, તથા અનેક ઘટનાઓ સરકાર સમક્ષ તથા અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિ સુધી પોહ્ચાડવાનું ભગીરથ કાર્ય કરે છે, ખાસ કરીને ગ્રામીણ જીવનશૈલી, પાકૃતિક ખોરાક, ઔસદી, પહેરવેશ, રીતરિવાજો, જેવી દરેક બાબતો સમાજ/પ્રજા સમક્ષ લઇ આવવી, તેનો પ્રચાર પ્રસાર, તેનું જતન તથા તેમના વિકાસ માટે ગ્રામીણ ટુડેની ટીમ તમામ પ્રયત્નો કરી રહી છે, આપણો ભારત દેશ ગામડાઓમાં વસે છે, અને ગામો જે ગતિએ વિકાસ પામવા જોઈએ તે જાગૃતિના અભાવે વિકાસ થયો નથી, ગ્રામીણ ખેડૂત જે મહેનત કરે છે તેના પ્રમાણમાં તેને વળતર નથી મળતું તે પણ એક સમસ્યા કે જાગૃતિનો અભાવ જ છે, એ કડવું સત્ય છે કે આજે ગામડાઓથી લોકો શહેરો તરફ વિસ્થાપિત થઇ રહ્યા છે, પરંતુ તેનું પરિણામ તેમના બાળકોનાં વર્તન, પરિણામ અને જીવનશૈલીમાં દેખાય આવે છે, ખાસ કરીને નોકરીનાં બહાને અથવા બાળકોનાં ઉજવળ ભવિષ્ય માટે અથવા ઝડપી કે હરીફાઈના જમાનામાં જે સુવિધાઓ આરોગ્ય, શિક્ષણક્ષેત્રે ન મળતાં વિસ્થાપિત થવું પડે છે, શિક્ષિત લોકો વતનનાં વિકાસ તરફ થોડું ધ્યાન આપે, થોડો સમય ગામને આપે તેવા આશયથી ગ્રામીણ ટુડેનું મીડિયા નેટવર્ક આખા ભારત ભરમાં વિસ્તારવા માંગીએ છીએ, જેથી દેશનાં ગામડાઓ જાગૃત થઈને ગામનાં લોકો સ્વનિર્ભર,સ્વપોષિત બને, ગ્રામીણ ટુડે લોકોનો અવાજ, સમસ્યાઓ સરકાર સુધી પોહ્ચાડવા સતત પ્રયત્નો કરે છે, આપ આપનો સુજાવ તથા આપના વિસ્તારની સમસ્યાઓ અમને મોકલી શકો છો;