શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાના કૃષિ કેન્દ્ર ખાતે આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો,
નર્મદા : તારીખ ૧૨ ઓગષ્ટ ગુરુવારના રોજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓનલાઇન વર્ચ્યુઅલના માધ્યમ થકી “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” માં વિવિધ મહિલાઓ સાથે આત્મિયતાસભર સંવાદ સાધીને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇને આત્મનિર્ભર બનવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
સરકારશ્રીએ ગ્રામીણ મહિલાઓને સંગઠિત કરી તેમને આર્થિક અને સામાજિક રીતે મહિલાઓને સશક્ત બનાવવાનું કાર્ય હાથ ધરીને મહિલાઓને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડી છે.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ગ્રામીણ સ્વ-સહાય જુથોની સશકત બહેનો સાથે “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” ના યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પંચાયત નાં શિક્ષણ સમિતી નાં અધ્યક્ષ શ્રીમતી. શાંતાબેન વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયત કારોબારી સમિતિ નાં અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન આર.વસાવા, દેડીયાપાડા નાં સામાજીક કાર્યકર એવા શ્રીમતી મંજુલાબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી. કનૈયાલાલ વસાવા, તાલુકા પંચાયત નાં સભ્ય હંસાબેન, દેડીયાપાડા તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રી.કૌશિક કાથડ તેમજ ગ્રામજનો એ ઓનલાઈન વર્ચ્યુઅલના માધ્યમ થકી જીવંત પ્રાસરણ નિહાળ્યું હતું.