
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વિશ્વ આદિવાસી દિવસની ચાલી રહેલી ઉજવણી દરમિયાન ખાખી વર્દીએ મહેકાવી માનવતાની મહેક:
આજે વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી વિશ્વભરમાં ચાલી રહી છે તે વચ્ચે નર્મદા જીલ્લામાં મળતી માહિતી મુજબ એક તરફ હજારો લોકોનો હુજુમ ઉત્સવમાં મગ્ન હતો, ત્યારે પોતાની ફરજ નિભાવતાં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખતી પોલીસ ટીમને ઉત્સવના રોડ પર કે જ્યાંથી શોભા યાત્રા જઈ રહી હતી ત્યારે ફરજ પરના જવાબદાર અધિકારી દેડીયાપાડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ શ્રી. એ.એન.પરમાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ઇમર્જન્સી વાહન 108 ને સમય સર રસ્તો પસાર કરાવવા પોતાનું કર્તવ્ય 108 વાહન આગળ દોડી દોડીને નિભાવ્યાંનું બહાર આવવા પામ્યું હતું.