શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા, કમલેશ ગાંવિત
9 ઓગસ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” ના દિને નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં મોટીભમતી ગામે એગ્રીમોલ ખાતે તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી. આજનાં કાર્યક્રમમાં કીટ અને ચેક વિતરણ ત્રણ તાલુકાના અનેક લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
વાંસદા: આજ રોજ 9 મી ઓગસ્ટ ના દિવસને “વિશ્વ આદિવાસી દિવસ ” તરીકે આખું વિશ્વ ઉજવણી કરી રહયુ છે. આ દિનની ઉજવણી વિશ્વ ભરમાં વસવાટ કરતાં મૂળ નિવાસ સમુદાય એટલે આદિવાસી સમાજને હક્ક અને અન્ય સમાજ ની હરોળમાં લાવી શકાય તેવા હેતુ થી ગુજરાત સરકાર પણ રાજ્યભર માં જીલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરી રહી છે.
ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના દિને માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકાર દ્વારા આદિજાતિ વિકાસ ના ભાગરૂપે વિશ્વ વિદ્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને દેવ મોગરા તીર્થ સ્થાન અને જોવાલાયક સ્થળ તરીકે પ્રસિધ્ધ ડેવલોપમેન્ટ માટે ના પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કરશે. ઉચ્ચ શિક્ષણ માટે ઘર આંગણે બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી આદિવાસી વિદ્યાર્થી માટે પ્રેરણારુપ સમાન બની છે.
અંગ્રેજો અને સ્થાનિક શોષણ કારો સામે ની આદિવાસીઓ ની લડાઈમાં આદિવાસી મહાનાયક અને ધરતી આબા બિરસા મુંડાનું ખુબ મોટું યોગદાન રહ્યું છે, આજ દિને કાર્યક્રમમાં આદિવાસી જિલ્લા વિસ્તારમાં કરાતાં વિકાસના કામો માટે રૂપાણી સાહેબની સરકાર નો ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં અને કૉંગ્રેસની સરકાર પર માનનીય મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આંકરા પ્રહારો કર્યા હતાં. ગુજરાત રાજયના 52 તાલુકા આદિવાસી વિસ્તારના વિકાસ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “નવી રાહ નવી દિશા” સર્વાંગી વિકાસ 52 તાલુકા માં 90 કરોડના કામો કરવામાં આવ્યા હતા, હાલની ગુજરાત ની સરકાર દ્વારા 60 હજાર કરોડના કામો કરવામાં આવ્યા છે, ઘણી યોજનાઓ આવરી લેવાઈ છે તેવું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ઓનલાઈન માધ્યમ દ્વારા જણાવાયું હતું.
9 ઓગસ્ટ ના દિન નિમિત્તે વાંસદા મોટી ભમતી એગ્રીમોલ ખાતે માનનીય મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત બાપજુભાઈ, વાંસદા તાલુકા પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, પ્રાયોજના વહીવટદાર વાંસદા એમ.એલ. નલવાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, શાશક પક્ષના નેતા શિવેન્દરસિંહ સોલંકી, ટ્રાયબલ કમીટી સભ્ય મહેશભાઇ ગામીત, તથાં તમામ કચેરી ના કર્મચારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતાં.