શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાગબારા ખાતે ફરજ બજાવતા GRD જવાન ના મૃત્યુ બાદ નિરાધાર બનેલ પરિવાર ને GRD સહકર્મીઓ દ્વારા સહાય;
રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડી સભ્ય વસાવા શાંતિલાલભાઈ નાઓ ૨૧ વર્ષ સુધી જીઆરડી સભ્ય તરીકે ફરજ બજાવેલ પરંતુ અચાનક બીમાર પડતાં તેઓ 25/5/2021 ના રોજ સ્વર્ગવાસ પામેલ તેમના મૃત્યુ બાદ તેઓના પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડયો હતો, તેમના મૃત્યુ બાદ એમની પત્ની અને એક અપંગ બાળક અનાથ બની ગયા તેમના બાળકો અને પત્નીની પરિસ્થિતિ જોઈ સાગબારાના જીઆરડી ના સભ્યો એના પરિવાર ના મદદ માટે આગળ આવી ફૂલ નહીં ફુલની પાંખડી ઉદ્દેશને ધ્યાનમાં રાખી તે લોકો પોતાના સ્વેચ્છિક ફાળો ઉઘરાવી તેઓના મદદમાં માટે આગળ આવ્યા હતા, દુઃખના સમયે એમને પરિવાર સાથે સહભાગી બનીને જીઆરડી પી.એસ.આઇ કે .કે .પાઠક તથા જીઆરડી જમાદાર ચંપકભાઈ ઓલીયાભાઈ તેમાંજ સાગબારા તાલુકાના માનદ અધિકારી પ્રવિણસિંહ જુવાનસિંહ એમના ઘેર જઈ એમને વિધવા પત્ની સુમાબેન શાંતિલાલ ને રૂપિયા 5500 રોકડ રકમ કે .કે. પાઠક સાહેબ તથા જીઆરડી જમાદાર ચંપકભાઈ એ આપીને ઉમદા કામ કરેલ છે અને તેમની પત્ની ને જણાવેલ કે ભવિષ્યમાં કોઈપણ તકલીફ પડે તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો અમે લોકો જેટલું શક્ય હશે મદદ કરીશું એવું પરિવારને જણાવવામાં આવ્યું હતું.