શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
એક્શન હેડ સંસ્થા અને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ વસાવાના પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ તાલુકાના PHC સેન્ટરોને મેડિકલ સાધનોની સહાય શક્ય બનવા પામી,
કોરોના કહેર વચ્ચે મેડિકલ અને આરોગ્ય વિષયક પડતી મુશ્કેલીઓ સામે પોંહચી વળવા જન પ્રતિનિધિ કાર્યરત,
એક્શન હેડ સંસ્થા વિશ્વ ના 40 દેશોમાં અને ભારતના 25 રાજ્યોમાં હાલ કાર્યરત છે. એક્શન હેડ સંસ્થા વડોદરા જિલ્લાના 3 તાલુકાના 35 ગામડાઓમાં અને ડભોઇ શહેરમાં કાર્ય કરી રહી છે. એક્શન હેડ સંસ્થા દ્વારા સરકાર ના કોવિડ ટાસ્ક ફોર્સ અને પંચાયતો સાથે રહી ગામડાઓમાં કોરોનાની મહામારી ને લઈ લોકજાગૃતિ અને રસી અંગે જાગૃતી લાવી રસી લેવા માટે લોકો ને પ્રેરીત કરે છે. સસ્થાનો સંપર્ક ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા થતાં તેમના માર્ગદર્શન હેઠળ એક્શન હેડ સંસ્થા દ્વારા ડેડીયાપાડા તાલુકાના સોલિયા, સેજપુર, ખૈડીપાડા, ગોપાલિયા, ચીકદા, ગંગાપુર, સગાઈ,પીપલોદ, ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ને ઓક્સિજન કોન્સનટેટર ,ઓક્સીમીટર, થર્મલગન, સેનેટાઇઝર, ppe કીટ, N 95 માસ્ક, ફેસ શિલ્ડ, વગરે સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે BTP તેમજ BTTS ડેડીયાપાડા તાલુકાના આગેવાનો તેમજ આરોગ્ય અધિકારી અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.