
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવાએ ઉર્જા મંત્રીને પત્ર લખ્યો ને દેડીયાપાડા અને સાગબારા તાલુકાની વીજળી
અંગે જે સમસ્યાઓ છે તેની રજૂઆત કરી હતી, પત્ર માં જણાવ્યું હતું કે, દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં નીચે જણાવેલ પ્રશ્નોનો તાત્કાલીક યોગ્ય ઉકેલ આવે તેમ રજૂઆત કરી.
૧. તાત્કાલીક અસરથી ખેતીવાડીમાં દિવસે ૧૦ કલાક વિજળી આપવું અને દિવસનો સમય રાખવો ,કારણકે જંગલ વિસ્તાર છે અને હિંસક ઝેરી જાનવરોનું જોખમ રહેલ છે.
ર. હાલનાં વિજ ગ્રાહકોની સંખ્યા ને ધ્યાનમાં રાખી મોટો વિસ્તાર અને લાઇનો જંગલમાં લાંબી હોવાથી ખેતીની લાઇન માટે અલગ સ્ટાફ ફાળવવો જેથી સમય સર વિજળી મળે.
૩. ચિકદા ૬૬ કે.વી. નવી કચેરીનો સ્ટાફ મંજુર કરવો જેથી સમયસર સેવા મળી રહે.
૪. ખેતીવાડીનાં નવા જોડાણના ડી.પી. તાત્કાલીક મંજુર કરવા વિનંતી.
૫ જ્યાં ખેતીવાડીનાં જોડાણ નથી આપી શકાતા ત્યાં સોલર પેનલ રાહત દરે આપવી.
૬.અગાઉનાં કેબલો ખરાબ થયા હોવાથી નવા કેબલો નાખવા, કેબલ ફોલ્ટના લીધે જંગલ
વિસ્તારનાં લોકોને ચોમાસા દરમીયાન ૨૩ મહીના લોકોને અંધારામાં રહેવું પડે છે.
૭. ખેતરમાં રહેતા લોકોને પણ માનવતાનો ધોરણે ઘરવપરાની વિજળી આપવી.
જેવી અનેક રજૂઆતો નો સમાવેશ થાય છે.