શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
આવતીકાલે અમદાવાદ ખાતે શ્રીભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે: કોવિડ ગાઈડ લાઈનનું કરાશે કડક પાલન:
ગયા વર્ષે રથ યાત્રા કોવિડ મહામારી ને ધ્યાન લેતાં મોકૂફ રાખવામાં આવી હતી,
આજ સાંજે થી અમદાવાદમાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયો છે, વાતાવરણમાં મેઘ મહેર થવા થી પ્રસરી ઠંડક,
આજ રોજ મુખ્યમંત્રી શ્રીએ અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારીને દર્શન કર્યા હતા.
કાલે ભગવાન જગન્નાથની રથ યાત્રા નીકળનાર છે, તેની પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતી અને રાજયના ઉત્તરોત્તર વિકાસમાં ભગવાન જગન્નાથના કૃપા આશિષ સદાય વરસતા રહે, ગુજરાત કોરોનામુક્ત થાય, ગુજરાત સમૃદ્ધ બને અને રાજ્યમાં આગામી ચોમાસું સારું રહે તથા આ વર્ષ યશકલગીનું વર્ષ બને તેવી કામના કરી ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી.
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સાથે બેઠક કરીને રથયાત્રા અંગેના આયોજનની વિગતો મેળવી હતી. રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અદ્કેરૂ મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે. નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રાના લાઈવ ટેલિકાસ્ટ ની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે,
90 CCTV કમેરા રાખશે બાજ નજર, 60 ભક્તો અને ત્રણ રથ ને આપાઈ છે મંજૂરી,
ગ્રામીણ ટુડે ન્યુઝ ટીમ તરફથી સર્વે લોકોને રથ યાત્રાની ખુબ ખુબ શુભેચ્છાઓ..