શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું આયોજન તારીખ 10 જુલાઈ ના રોજ કરવામાં આવ્યું હતું. ડેડીયાપાડાની શારદા દેવી વિધાલયમાં ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તાલુકાના શિક્ષકોએ પોતાનું મતદાન કર્યું હતું. કુલ 757 શિક્ષકો માંથી 647 શિક્ષકો એ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. જેમાં કુલ 85 ટકા મતદાન થયું હતું. શિક્ષકો ની બે જૂથ એકતા પેનલ અને સહકાર પેનલ વચ્ચે રસાકસી રહી હતી. જેમાં પરિણામ ને અંતે એકતા પેનલ ના ત્રણ સભ્યો અને સહકાર પેનલ ના બે સભ્યો વિજેતા થયા હતા. જેમાં એકતા પેનલ ના પ્રમુખ તરીકે શ્રી.રમણભાઈ એમ ચૌઘરી, ઉપ પ્રમુખ તરીકે શ્રી.મનુભાઈ વસાવા, ખજાનચી તરીકે શ્રી.ટવરસિંગ વસાવા વિજેતા થયા છે. જ્યારે સહકાર પેનલ માંથી મંત્રી તરીકે શ્રી.સુરેશભાઈ તેમજ સહમંત્રી તરીકે શ્રી.રાયસિંગભાઈ વિજેતા થયા હતા.