
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
પરણિતાને કફોડી હાલતમાંથી સાસરિયા અને પતિના સકંજામાંથી છોડાવતી નવસારી મહિલા અભ્યમ્ 181 ની ટીમ.
નવસારી સ્થિત અભ્યમ્ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ પર જાગૃત નાગરિકે ફોન કરી જણાવેલ કે નવસારીમાં એક બહેન આવ્યા છે, અને તેમને મદદની જરૂર છે જેથી અભ્યમ્ 181 ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે મહિલાએ આશરે ત્રણ વર્ષ પહેલાં લવમેરેજ કર્યા હતાં અને તેમના પિયર પક્ષ માં માતા-પિતા હયાત નથી જેથી તેઓએ ત્રણ વર્ષથી તેઓ સાસરી પક્ષમાં રહે છે, સાસરી વાળા ઓ મહિલાને લાંબા સમય થી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે એમ પોતાની આપવીતી જણાવી હતી,
વધુમાં અભ્યમ 181 ની ટીમ સાથે પીડિત મહિલાએ વાતચીત કરતા જણાવેલ કે ત્રણ દિવસ પહેલા તેમના પતિ અને સસરાએ વ્યસન કરી મારઝૂડ કરી હતી અને તેમને પિયરમાં આવવા માટે ઘરમાંથી બહાર નીકળવા ન દેતા હતા, જેથી તેઓ તેમના ઘરના વ્યક્તિઓ કામથી બહાર જતાં મહિલા ત્યાંથી ભાગી આવ્યા હતા, અને એક ઘરની બહાર ગંભીર હાલતમાં બેસેલા જોઈ કોઈ જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને મદદ માટે જણાવેલ હતું જેથી મહિલા સાથે ઘટનાસ્થળ પર પહોંચી કરી તેમના સાસરી પક્ષના સભ્યો હાજર ન હતા અને મહિલાને પહેલા સારવારની જરૂરત હોવાથી 108 ઈમરજન્સી હેલ્પ લાઇનને જાણ કરી અને મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.