ક્રાઈમ

પ્રોહીબિશનના ગુનામા છેલ્લા ૩ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી 

નર્મદા જીલ્લાના રાજપીપલા પોલીસ સ્ટેશના પ્રોહીબિશનના ગુનામા છેલ્લા ૩ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ:

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ નેત્રંગ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે નર્મદા જીલ્લાના રાજપીપલા પો.સ્ટે. પોસ્ટે. ના ગુ.ર.નં.૦૦૬૨૪૨૦૨૧, પોહી.એકટ કલમ ૬૫ એ,ઇ,૧૧૬ બી, ૯૮(૨), ૮૧ મુજબ ગુનામાં નાસતા ફરતા આરોપી સુરેશભાઇ રણછોડભાઇ વસાવા ઉ.વ.ર૬, રહે.ઝરણા નિશાળ ફળિયુ તા.નેત્રંગ જી.ભરૂચ નાઓ નેત્રંગ ચાર રસ્તા ખાતે આવેલ હોય જે માહીતી આધારે ઉપરોક્ત જગ્યા ઉપર તપાસ કરતા ઉપરોક્ત ઈસમ આવતા હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી:

સુરેશભાઇ રણછોડભાઇ વસાવા ઉ.વ.૨૬, રહે. ઝરણા નિશાળ ફળિયુ તા.નેત્રગ જી.ભરૂચ  

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

સદર કામગીરી પો.સ.ઈ. એન.જી.પાંચાણી નાઓની સુચનાથી હે.કો. રમેશભાઈ ધનજીભાઈ બ.નં-૧૧૧૨ તથા અ.પો.કો. અજીતભાઈ માંગાભાઈ બ.નં- ૧૦૩૮ તથા પો.કો.પ્રકાશભાઇ ભુપતભાઇ બ.નં.૦૧૨૩૨ નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है